________________
૨૪૯
નંદનમુનિવરની દેવલેકમાં ઉત્પત્તિ
દેવલોકમાં દેવને ઉ૫ન થવાની વ્યવસ્થા .
દેવલેકના વિમાનમાં દેવ-દેવીઓને ઉત્પન્ન થવા માટે ઉપપાત શમ્યા હોય છે. કોઈપણ દેવલેકમાં ઉત્પન્ન થનારા આત્માએ મનુષ્ય અથવા પંચેન્દ્રિય તિર્યંચના ભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ પોતે બાંધેલ દેવગતિ-દેવાયુષ્યના અનુસાર તે તે દેવલેકમાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આવી ઉપપાત શય્યામાં જ ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિના પ્રથમ ક્ષણે એ ઉપપાત શય્યામાં વર્તતા વૈકિય વર્ગણના મને પુદ્ગલેને ગ્રહણ કરી અન્તમુહૂર્તમાં નવયુવાન જેવી દિવ્ય કાયા તૈયાર કરે છે અને ત્યાર બાદ એ ઉપપાત શચ્યા ઉપરનું વસ્ત્ર દૂર કરી તે પિતાના દિવ્ય આસન ઉપર બિરાજમાન થાય છે. તે પ્રસંગે ત્યાં વિદ્યમાન અગાઉના દેવ-દેવીઓ ઉત્પન્ન થનાર નવા દેવને જય-જય શબ્દથી વધાવે છે અને તે પછી તે દેવલેકના દિવ્ય સના ભગવટામાં પિતાને દીર્ઘકાળ પસાર કરે છે.
દેના જીવનમાં પણ ધર્મ વ્યવહાર પ્રાણતનામે દશમા દેવલેકમાં ઉત્પન્ન થનાર નંદન મહામુનિને આત્મા તે ભાવિકાળે ભરતક્ષેત્રના ચોવીશમા તીર્થકર ભગવાન મહાવીર પ્રભુને આત્મા હતે. આ દેવને ભવ પૂર્ણ થયા બાદ અનતરપણે હવે તે આત્મા મનુષ્ય ભવમાં તીર્થંકરપદના એશ્વર્યને પ્રાપ્ત કરનાર હતે. દેવભવમાં ઉત્પન્ન થવા પહેલાના મનુષ્યાદિભવમાં જે આત્માએ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધના કરેલ હોય તે