________________
२४८
શ્રમણ ભગવાન મહાવીર
યક બને છે એ સર્વ સાધુ ભગવંતને પણ હું વારંવાર વંદના કરું છું. ચારેય પ્રકારના આહારનો ત્યાગ અને અનશનને
સ્વીકાર હું સર્વસાવદ્ય (પાપના) વ્યાપારનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરૂં છું, બાહા તેમજ અન્યન્તર ઉપધિને પણ જીવન પર્યત ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરૂં છું, અશન-પાન
દિમ અને સ્વાદિમ એ ચારે ય પ્રકારના આહારને પણ જીવનપર્યત ત્યાગ કરું છું, અને અંતિમ શ્વાસોચ્છુવાસ પૂર્ણ થયે આ મારા દેહને પણ સિરાવું છું.
આપણું નંદન મહામુનિ ઉપર જણાવ્યા પ્રમાણે (૧) દુષ્કર્મની નિંદા ગહ અને પશ્ચાત્તાપ, (૨) સર્વ જીની સાથે ક્ષમાપના (૩) અનિત્યાદિ બાર ભાવનાના સ્વરૂપનું ચિંતન મનન (૪) અરિહંતાદિ ચારે ય શરણને સ્વીકાર (૫) અરિહંતાદિ પંચપરમેષ્ટિને નમસકાર અને (૬) ચારેય પ્રકારના આહારને સર્વ સાવધ વ્યાપારનો તેમ જ ઉપાધિ શરીરને સર્વથા ત્યાગ, આ પ્રમાણે છે પ્રકારે અંતિમ આરાધના કરે છે અને છેલ્લે છેલ્લે પિતાના ધર્માચાર્ય તેમ જ સમુદાયના સર્વ સાધુઓની સાથે ક્ષમાપના કરવા પૂર્વક બે મહિનાના ઉપવાસ સાથે કાલધર્મ પામી વૈમાનિક નિકાયના બાર દેવક પૈકી દશમ પ્રાણુતનામના દેવલોકમાં પુત્તરાવતંસક નામે વિમાનમાં મહદ્ધિક દેવ તરીકે ઉત્પન થાય છે.