________________
૨૫૦
શ્રમણ ભગવાન મહાવીર
આત્મા દેવભવમાં જ્યારે દેવ તરીકે ઉત્પન્ન થાય ત્યારે તે દેવનો જીવનવ્યવહાર દેવભવને એગ્ય શુદ્ધ ધર્મના વ્યવહાર સાથે અવશ્ય સંકળાયેલું હોય છે. અને જે . આત્મા દ્રવ્યધમના પ્રભાવે ઉપાર્જન કરેલા ફકત દ્રવ્ય પુણ્યને કારણે દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તે દેવનો દેવલેકમાં ઉત્પન્ન થયા બાદ જીવનવ્યવહાર પ્રાયઃ શુદ્ધ ધર્મથી રહિત હોય છે. દેવલેકમાં ઉત્પન્ન થયા બાદ અવધિજ્ઞાનનો ઉપયોગ
અને પૂર્વભવનું જાણપણું આપણું નંદન મહામુનિને આત્મા તે દ્રવ્ય ભાવ ઉભય પ્રકારે રત્નત્રયીને વિશિષ્ટ આરાધક આત્મા હતા અને તીર્થ કર નામકર્મની સત્તા આત્મમંદિરમાં વિદ્યમાન હતી. આવા સંજોગોમાં દેવલેકમાં ઉત્પન્ન થયા પછી તેમને જીવનવ્યવહાર દેવકને ઉચિત વીતરાગ પ્રભુના ધર્મથી રાતપ્રેત જ હોય તે નિઃશંક છે. નંદન મુનિવરને આત્મા દેવલેકમાં ઉત્પન્ન થયા બાદ અન્તર્મુહૂર્ત પછી દિવ્ય શરીર સાથે જ્યારે ઉપપાત શય્યામાંથી બેઠે થાય છે અને આજુબાજુના દેવ જય જય શબ્દોથી તેમને વધાવે છે તે અવસરે એ દેવાત્મા “આ શું છે ? હું કયાં છું? અહીં આ દેવલોકમાં કેવી રીતે આવ્યો?” વગેરે વગેરે બાબતની વિચારણા કરતાં અવધિજ્ઞાનના ઉપગ વડે પિતાના પૂર્વ ભવને સંપૂર્ણપણે જાણે છે. તેમજ પૂર્વ ભવમાં કરેલ તપસંયમની આરાધના પ્રસંગે પ્રાસંગિક બંધાયેલા પુણ્યાનુ