________________
મારા ખાસ
૨૫૫
મર્યાદા પણ આડી આવતી હતી. એવામાં કર્મઠ કાર્યકર, શ્રી કાન્તિલાલ કેરાએ જનયુગ માસિકપત્રના પુનઃ પ્રકાશનની વાત કરી. પૂજ્ય ગુરુદેવ પાસે અને મારી પાસે લેખો આપવા સાગ્રહ વિનંતિ કરી ત્યારે વિચારીશું એટલે જવાબ આપ્યો. તે પછી મને થયું કે ૨૪ તીર્થકરમાં આ એક જ તીર્થકર એવા થયા છે કે કેઈપણ વ્યકિતને માટે વિશેષરૂપે શ્રદ્ધેય અને આદરરૂપ બની શકે તેવી અનેકાનેક ઘટનાઓ તેઓશ્રીના જીવનમાં ઘટી છે, જે બીજા તીર્થ કરના જીવનમાં ઘટી બની નથી. વળી જીવનચરિત્રને, તત્ત્વજ્ઞાન અને અન્ય બોધ ઉપદેશથી સાંકળી લેવાં હોય તે, બહુ મજાથી સાંકળી શકાય તેવી પૂરી અનુકૂળતા આપણા પૂજ્ય તત્ત્વજ્ઞાની લેખકશ્રી માટે ભરી પડી હતી. એટલે પૂજ્યશ્રીની કસાએલી કલમે ભગવાન મહાવીરનાં જીવન ઉપર એક લેખમાળા શરૂ થાય, એ માટે સાગ્રહ વિનંતિ કરી પૂજ્યશ્રીએ સ્વીકારી. જો કે લખવા માટે સમયની મુશ્કેલી ઘણી રહેશે તે વાત વાતની ચિંતા તેઓશ્રીએ વ્યકત કરી. મેં કહ્યું કે વાત સાચી જ છે પણ આપને તે વિચારેની ફૂર્તિ, લખવાની ઝડપ એવી છે કે ફકત લખવા માટે એકજ કલાક કાઢો આપને માટે કાફી છે. ગમે ત્યારે અનુકૂળ સમયે બંધબારણે આપને બેસી જવાનું અને તે વખતની બીજી જાહેર જવાબદારી હું સંભાળી લઈશ, એમ હિંમત આપી હા પડાવી.
બાકી જે જેનયુગ” (માસિક) પત્ર નિમિતે શરૂ કરશે તો જ આપ લખી શકશો અને સમાજને કંઈક નવું આપી શકશે, અલબત્ત છાપું હોવાથી દર મહિને આપને ટાઈમ કાઢવાની ફરજ પડશે અને તે જ આપ આટલુંએ લખી શકશે નહિતર ભાવિ પેઢીને આપના જ્ઞાન-વિજ્ઞાન અને આપના વિચારમંથન અને દેહનને લાભ કદિ નહીં મળી શકે, પછી ઉમેર્યું કે ભાવિ પેઢી માટે જ શું કામ ? આપના જ્ઞાનનો લાભ અમને-સહુને જ લેવા દો ને ? ત્યારે તરત મારી વાતને હસી કાઢીને પછી એમના ઉદાર સ્વભાવ પ્રમાણે