________________
૨૫૬
શ્રમણ ભગવાન મહાવીર
મને કહે કે તું જ શરૂ કરને ! મને રહેવા દે..મેં કહ્યું આપની કલમથી જે લખાશે તેવું મારી કલમથી ડું લખાશે ? ત્યારે કહો કે ન લખવું હોય એટલે તું બચાવ કરે છે. પ્રેમાળ વિવાદને અન્ત બંનેને સંતોષ ખાતર છેવટે મારે પણ જે યુગમાં કંઈ બીજું પણ લખવું એમ નક્કી થયું. કેમકે ભાઈશ્રી કાન્તિલાલ કોરાનો પણ સખત આગ્રહ હતો જ, કેમકે તેઓ મારા આત્મીયજન હતા. છેવટે પૂજ્યશ્રીને કહ્યું કે હું લખીશ, વચમાં આટલી વાત અથડાઈ ગયા બાદ પુનઃ મેં કહ્યું કે હવે આપ ઉત્સાહથી હા બેલ એટલે તરત જ તેઓશ્રીએ લખવા માટે સાનન્દ હા પાડી. પછી કહે કે, માસિક છાપવાના ચાર દિવસ બાકી રહે ત્યારે મને યાદ કરાવજો.
આ તે માસિક છાપું, દર મહિને લેખકો પાસે ખોરાક માગે જ એટલે માસિક પ્રેસમાં જવાનું હોય તેના બે દિવસ અગાઉ સુચના કરીએ એટલે ફૂલસ્કેપમાં ચાર પાંચ પાનાં તેઓશ્રી એક જ કલાકમાં એકજ કલમે લખી નાંખે. ભાગ્યેજ એમાં એકાદ વ્યાએ ચેક હોય. લખ્યા પછી તેઓશ્રીની નમ્રતા, સરળતા તો ગળથૂથીમાંથી જ એટલે જ્ઞાનીપણાને અહં કે ઘમંડનું તો પ્રારંભથી જ વિસર્જન થયેલું હતું. એટલે તેઓશ્રી પોતાના લેખ ચેક કરવા અને અંગે હું ધ્યાનપૂર્વક ચીવટથી જોઈ લેતો. કેઈ કઈ સ્થાન વિવાદાસ્પદ લાગે, બીજી રીતે લખવાનું લાગે કે કોઈ શાબ્દિક ફેરફાર કરવાનું લાગે તે આ માટે તેઓશ્રી તરફથી પૂરી સ્વતંત્રતા હતી. પણ સુધારવા જેવું ક્વચિત જ સામાન્ય હોય. યદ્યપિ સુધારા જરા તરા હોય. મને યાદ છે ત્યાં સુધી એ સુધારા અંગે અમો ચર્ચા કરી લેતા, સુધારે અનિવાર્ય હોય ત્યાંજ કરાતો એટલે એકેય સુધારે અમાન્ય ન થતો.
કોઈ શુભ પળે-ચોઘડીએ નીકળેલી વાત સાકાર થઈ અને લેખમાળા ચાલુ થઈ અને વાચકેએ ઘણું રસપૂર્વક વાંચવા માંડી પૂજ્યશ્રીની કલમ–ભાષા અને ખાસ તે તત્ત્વજ્ઞાનના ઢાળ-લીશથી સંક