________________
૨૬૦
આત્મા વગેરે દ્રવ્યેનું સ્વરૂપ MAAAAA
વિશ્વમાં વર્તતા અણુ-પરમાણુઓ યાવત્ સર્વ પુદ્ગલદ્રબ્ય
પણ શાશ્વત્ છે.
માયા, ક, કવા પ્રકૃતિના સંબધના કારણે, જીવા ત્માના મનુષ્ય, પશુપક્ષી, દેવ-નરક, કીડી-મકોડી, ઝાડપાન રૂપે માદ્ઘદષ્ટિએ અનેક રૂપાંતરો થયા કરે છે. તેમજ કામ, ક્રોધ, મોહ, માયા, લેાભ અને અજ્ઞાનભાવના ભિન્નભિન્ન વિકારાના કારણે અંતરંગ ( આધ્યાત્મિક ) ષ્ટિએ પણ જીવાત્માનું પરાવર્તન થયા કરે છે. એ બાહ્ય તેમજ અંતરંગ સ્વરૂપના પરાવર્તન ( પર્યાય )ની ઉત્પતિ અને િવનાશ અનાદિકાળથી ચાલ્યા કરે છે. એમ છતાં જીવાત્મા શાશ્વત હોવા સાથે એનું મૂળ સ્વરૂપ તિાભાવે ( અપ્રગટ ભાવે ) પણ કાયમનું કાયમ જ હાય છે.
વિશ્વમાં વર્તતા જીવાત્માએ માટે મૂળભૂત જે પરિ સ્થિતિ છે, તે જ પરિસ્થિતિ અચેતન પુદ્ગલ અણુ-પરમાણુઓ માટે પણ સમજવાની છે. અણુ-પરમાણુએ સદા-સર્વદા નિત્ય છે. તેની ઉત્પત્તિ નથી તેમજ તેના વિનાશ પણ નથી. પરંતુ ભિન્નભિન્ન પરમાણુએ ભિન્નભિન્ન સ્વરૂપે ભેગા થાય એટલે શરીર, ઘર, વસ્ત્ર, શબ્દ, સંધ્યાના વાળ, વિમાન, ભવન એમ ગણનાતીત જુદી ન્તુદી અવસ્થામાં એ અણુ-પરમાણુઓના સમુદાય ( સ્કંધ ) દેખાય છે. એ શરીર વગેરે ધનાં ઉત્પત્તિ અને વિલય અને હાય છે. પણ મૂળ ‘ અણુપરમાણુનાં ઉત્પત્તિ અને વિલય હાતાં નથી, એ અન ંતાનંત અણુપરમાણુ નિત્ય છે, શાશ્ર્વત છે અને સદા-સદા વિદ્યમાન રહેવાના છે.