________________
૨૫૩
દેવલોકમાં આયુષ્યની સમાપ્તિ અને ચ્યવન આર્તધ્યાનની પરંપરા વધુ પ્રમાણમાં શરૂ થાય. પરંતુ આપણું શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને દેવાત્મા તે નિર્મળ સમકિતવંત અને હવે પછીના મનુષ્યના ભાવમાં તીર્થકર તરીકે અવતાર લેનાર આત્મા હેવાથી પ્રબળ પુન્ય પ્રકૃતિના કારણે દેવાયુષ્યની પૂર્ણાહુતિની અંતિમ ક્ષણ સુધી તેમના શરીરની દિવ્યકાંતિ વગેરે તેવું ને તેવું જ રહે છે. અને સમ્યગ્દષ્ટિ હોવાના કારણે અવસ્થાને લાયક ધર્મધ્યાનની પરંપરા ચાલે છે. આ પરિસ્થિતિમાં જ તેમનું દિવ્ય આયુષ્ય પૂર્ણ થયું અને શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને એ દિવ્ય આત્મા દેવલોકમાંથી ચ્યવન થયા બાદ આ ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે નગરમાં અષભદત્ત બ્રાહ્મ
ની પત્ની દેવાનંદા માતાની કુક્ષિમાં અષાડ શુદિ ની મધ્યરાત્રિએ ગભ પણે ઉત્પન્ન થાય છે.
અહિં નયસારના ભાવથી ર૬ ભવ સુધીનું શ્રમણ ભગવાન મહાવીર પ્રભુનું જીવન સંપૂર્ણ થાય છે.
અહીંઆ ૨૬ ભવ સુધીનું મનનીય વર્ણન પૂરું થયું. ૨૭ મા ભવનું વર્ણન પૂજ્યગુરુદેવ જેટલું લખી શક્યા હતા તે હવે પછી શરૂ થાય છે. ઊંડે ઊંડે ભાવના થાય છે કે પૂજ્ય ગુરુદેવની શૈલીપદ્ધતિએ આ રબો ભવ હું લખું, અલબત્ત પૂજ્યપાદ ગુરુદેવ કયાં
ક્યાં હું ? પણ એમની કૃપાથી વાચકોને ઠીક સંતોષ થાય એવું લખી કંઈક ગુરુસેવા કરૂં. જોઈએ સમયદેવની કૃપા કયારે થાય છે?
–યદેવસૂરિ