________________
૨૪૬
શ્રમણ ભગવાન મહાવીર
આજ સુધી સંસારચક્રના પરિભ્રમણ દરમિયાન ભૂતકાળમાં થયેલ મારા અનંત ભવમાં આ પૌગલિક ભાવે પ્રત્યે અજ્ઞાન ભાવના કારણે મારા અંતરાત્મામાં જે મેહ-માયા મમતાનું અત્યાર સુધી સેવન થયું હોય અને વર્તમાન સાધુજીવન દરમ્યાન પણ શરીર–ઉપાધિ પ્રત્યે જે અપ્રશસ્ત મમતા વર્તતી હોય તે સર્વને અનિત્ય ભાવના, અશરણ ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના વગેરે વગેરે બારે ય ભાવનાના સ્વરૂપનું ચિંતન મનન નિદિધ્યાસન કરવા પૂર્વક ત્રિકરણ મેગે સિરાવું છું.
અરિહંતાદિ ચારે ય શરણને સ્વીકાર અરિહંત ભગવંતનું મને શરણ છે, સિદ્ધ પરમાત્માનું મને શરણ હો સાધુ ભગવંતનું ભભવ મને શરણ હો અને વીતરાગ પ્રણત પ્રભુશાસનનું આ ભવ-પરભવ યાવત્ ભવભવ મને શરણ હે, જૈનશાસન કિંવા જૈનધર્મ એ મારી માતા છે. કંચનકામિનીના ત્યાગી જિનાજ્ઞાપાલક મહાવ્રતધારી આચાર્ય, ઉપાધ્યાય વગેરે પદસ્થ ગુરુ ભગ વાન મારા પિતા છે. સાધુ ભગવંતે મારા બંધુ છે. અને સાધર્મિક મારા સાચા મિત્રો છે. એ સિવાય સર્વ સંસારની મેહજાળ છે.
અરિહંતાદિ પંચ પરમેષ્ઠિને નમસ્કાર
આ ભરત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી દરમિયાન આજ સુધીમાં થયેલા ભગવાન રાષભદેવ વગેરે સર્વતીર્થકર ભગ વંતેને હું ત્રિકરણમેગે પ્રણામ કરું છું. તે ઉપરાંત બીજા