________________
२४०
શ્રમણ ભગવાન મહાવીર
એ અતિકમ, વ્યતિક્રમ તેમજ અનિચારની આલેચના ઉત્તમ આત્માઓના જીવનમાં હરહંમેશ ચાલુ હોય છે. તેમાં પણ જ્યારે આયુષ્યની પૂર્ણાહુતિને સમય નજીક આવે છે,
ત્યારે તે આરાધક મહાનુભાવે અંતિમ આરાધના પ્રસંગે પિતાના સંયમી જીવન દરમ્યાન જાણતાં અજાણતાં જે કોઈ અતિચારાદિ લાગ્યા હોય તેની આલેચના અવશ્ય કરે છે. કોઈપણ વ્રત-નિયમ લીધા બાદ સ્થૂલ અથવા સૂક્ષ્મ અતિચારાદિ દેષ ન લાગે તે માટે ક્ષણે ક્ષણે સતત જાગૃત રહેવું એ યદ્યપિ ઘણું જરૂરી છે, એમ છતાં અનંતકાળથી આત્મામાં ઘર કરી બેઠેલા વિષય-કવાય-પ્રમાદાદિના કારણે અતિકમ-વ્યતિક્રમ અતિચાઢિ ઓછા વધુ પ્રમાણમાં લાગ્યા સિવાય રહેતા નથી, પરંતુ જેનશાસનમાં આલોચના -નિંદા-ગોં–પશ્ચાત્તાપ-પ્રતિકમણ વગેરે મંગલમય ક્રિયાએનું જે ફરમાન કરવામાં આવેલ છે. તે લાગેલા અતિચારાદિના શુદ્ધિકરણ માટે જ છે. સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક અને તેથી ઉપરના ગુણસ્થાનકમાં વર્તતા આત્માને એટલી પ્રબલ વિશુદ્ધિ હોય છે કે તે અવસ્થામાં અતિચ.શદિને પ્રાયઃ જરા પણ અવકાશ નથી, પરંતુ છે પ્રમત્તસંવત ગુણ-સ્થાનક સુધી તે ઉપગ રાખવા છતાં જાણતાં અજાણતાં અતિચારાદિને અવશ્ય સંભવ છે અને તેથી એ પ્રમત્ત ગુણસ્થાનકની મર્યાદા સુધી પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયાઓ ફરજીયાત કરવાનું વિધાન શાસ્ત્રમાં જણાવવામાં આવેલ છે.