________________
નંદન મુનિવરનું પ્રશંસનીય સંયમી જીવન ૨૩૯ છે એ કાયના જાની રક્ષામાં નિરંતર પરાયણ, સાતે ય પ્રકારના ભયને સર્વથા પરિત્યાગ, આઠ પ્રકારના મદન સ્થાનને અભાવ, નવે ય પ્રકારના બ્રહ્મચર્યનું નિરતિચાર પરિપાલન, દશ પ્રકારના યતિધર્મની સુંદર આરાધના, અગીયાર અંગને નિર્મળ બેધ, સાધુધર્મની બાર પડિમાનું અપૂર્વ આરાધન વગેરે વગેરે અનેક પ્રકારે નંદનમુનિવર સંયમશ્રેણિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા રહ્યા. સાથે સાથે વિશતિસ્થાનકની સુંદર આરાધના તેમજ “સવિ જીવ કરૂં શાયરસીની તીવ્ર ભાવનાના કારણે તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કે, આ પ્રસંગને અનુલક્ષીને વિંશતિસ્થાનકના પ્રત્યેક પદોનું અને તે દરેક પદે સાથે સંકળાયેલ ભાવદયાનું પણ આગળના પ્રકરણમાં સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવ્યું.
નંદનમુનિવરની અંતિમ આરાધના નંદનમુનિવરનું કુલ આયુષ્ય પચીસ લાખ વર્ષનું હતું તેમાંથી તેમના વિશ લાખ વર્ષ તે ગૃહસ્થાશ્રમમાં વ્યતીત થયા હતા. એક લાખ વર્ષ આયુષ્યના બાકી રહ્યા ત્યારે એ નંદનમુનિવરે સંયમને સ્વીકાર કર્યો હતો, તેમજ એક લાખ વર્ષના સંયમપર્યાય દરમ્યાન પિતાના આત્મ કલ્યાણની સાધનામાં ઉપર જણાવ્યું તે પ્રમાણે અત્યંત સાવધાન હતા, એમ છતાં જ્યાં સુધી ક્ષયે પશમભાવનું ચારિત્ર હોય ત્યાં સુધી અલ્પ પ્રમાણમાં પણ મેહનીયનો ઉદયહેવાથી અતિક્રમ. વ્યતિક્રમ, અતિચારને સંભવ રહે છે, અને