________________
વિંશતિસ્થાન-સોળમું વૈયાવચ્ચ પદ
૨૩૧
તેએ પરમાત્માની એ વાણુને દ્વાદશાંગી રૂપે સંકલિત ન કરી હતી તે પરમાત્મા તીર્થકર દેનાં નિર્વાણની સાથે જ ધર્મતીર્થના વિચ્છેદને પ્રસંગ પ્રાપ્ત થાત. ભગવાન મહાવીરના નિર્વાણને લગભગ ૨૫૦૦ વર્ષ થયા છતા ભગવંતનું શાસન આજે જે વિદ્યમાન છે અને હજુ લગભગ ૧૮૫૦૦ વર્ષ પર્યત પ્રભુશાસન અવિચ્છિન્નપણે જે ટકવાનું છે તેમાં મુખ્ય કારણ શાસનને ટકાવનાર દ્વાદશાંગીને પ્રણેતા પ્રથમ ગણધર ભગવાન છે. આ કારણે જ બીજા બધાય પદોની તપસ્યામાં એક ઉપવાસ હોય છે અને આ પંદરમાં પદની તપસ્યામાં છઠ્ઠના તપનું વિધાન છે. (આ વ્યવસ્થા એક ઉપવાસથી વાસસ્થાનકની આરાધના કરનાર માટે છે પણ છઠ્ઠ-અઠ્ઠમ વગેરે તપથી વિંશતિસ્થાનકની આરાધના કરનાર મહાનુભાવ માટે તે ચાલુ જે તપ હોય તે અપેક્ષાએ પંદરમા પદની આરાધના પ્રસંગે બેવડે તપ કરવાનું વિધાન હોય તે તે સ્વાભાવિક છે.)
ગેયમપદ અને દાનપદનો સમન્વય દાન પદને પંદરમા પદ તરીકે લેવામાં આવે તે વિશ્વમાં જ્ઞાનદાન જેવું બીજું ઉત્તમ દાન નથી. દાનના અન્ય સર્વ પ્રકારેને સમજાવનાર આ જ્ઞાનદાન જ છે અને દ્વાદશાંગીની રચનાની અપેક્ષાએ આ જ્ઞાનદાનના આદ્ય મહાપુરુષ પ્રથમ ગણધર ભગવંત છે. એ રીતે આ પંદરમા પદમાં પ્રથમ ગશુધર અથવા દાનપદને સ્વીકાર કરવામાં આવે તે કઈ બાધક હેતુ જણાતું નથી. જે ભાગ્યવાન ભવ્યાત્મા આ