________________
૨૩૫
વિંશતિસ્થાનક-અઢારમું અભિનવજ્ઞાન પદ wwwwwwwwwwww ધક આત્મા અલ્પકાળમાં કેવલજ્ઞાનને પ્રગટ કરે છે.” સદાકાળ જિનેશ્વદેવની ભકિત તેમ જ વ્રત, નિયમ, તપ, સંયમની યચિત આરાધના દર્શનમહ અને ચારિત્રમેહના નિવારણનું જેમ પ્રબળ સાધન છે, તે પ્રમાણે ગીતાર્થની નિશ્રામાં રહીને આત્મકલ્યાણની ભાવનાથી નવું નવું શ્રુતજ્ઞાન કિવા તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની મંગલમય પ્રવૃત્તિ જ્ઞાનાવરણદર્શનાવરણકર્મના નિવારણ માટેનું અસાધારણ કારણ છે. “મારા જીવનમાં આવું અભિનવ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની તમન્ના જાગે, ઉપરાંત વિશ્વના સર્વજીને પણ આવું અભિનવ તત્ત્વજ્ઞાન મેળવવાની તીવ્ર અભિલાષા જગાડવામાં ધર્મતીથની સ્થાપના દ્વારા હું પરમ આલંબન રૂપ બનું” આવી ઉત્કૃષ્ટ ભાવના નિરંતર આમંદિરમાં ટકાવી રાખનાર મહાનુભાવ પણ તીર્થંકર નામકર્મને નિકાચિત બંધ કરે છે અને ભાવિલે અરિહંતપદના લકત્તર ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે.
ઓગણીસમું શ્રુતપદ જીવનમાં નવું નવું તત્વજ્ઞાન પ્રાપ્ત થવા માટે હરહંમેશ શાસ્ત્રના અધ્યયનમાં તેમજ તેના ચિંતન-મનનપરિશીલનમાં ઉદ્યમ કરે એ ઘણી ઉત્તમ વાત છે. સાથે સાથે એ પ્રમાણે શાસ્ત્રના અધ્યયન-અધ્યાપનમાં સતત પુરુવાર્થ કરનાર મહાનુભાવોની સેવાભકિત-વૈયાવચ્ચ કરવી, શાસ્ત્ર-સિદ્ધાન્તને લખાવવા તેમજ સુરક્ષિત રાખવા, અને તે અંગે તન-મન-ધનને સંપૂર્ણ ભેગ આપે એ શ્રુત