________________
૨૩૦
શ્રમણ ભગવાન મહાવીર
વાકયમાં તરતમતા હેવાને સંભવ છે. પરંતુ અક્ષરે, પદે તેમજ વાક્યમાં તરતમતા હોવા છતાં ભાવાર્થમાં જરા પણ તરતમતા નથી હોતી. સર્વ ગણધર પિત–પિતાના શિષ્ય પરિવારને પિતાની રચેલી દ્વાદશાંગીને યથાયોગ્ય અભ્યાસ કરાવે છે તેમ છતાં જ્યાં સુધી પ્રથમ ગણધર વિદ્યમાન છે ત્યાં સુધી (અને અમુક સંજોગોમાં ત્યારપછી પણ) તે તે તીર્થંકરનાં શાસનની હયાતી સુધી ચતુવિધ સંઘમાં પ્રથમ ગણધરની દ્વાદશાંગીનું સૂત્ર અર્થરૂપે અધ્યયન પ્રધાનપણે ચાલુ રહે છે. કેઈપણ ભવ્યાત્માને સંસાર સાગરને પાર પ્રાપ્ત કરવામાં પ્રાથમિક અસાધારણ કારણ ભાવથી સમ્યકૂશ્રતજ્ઞાન છે, અને એ સમ્યગૂ ભાવતની પ્રાપ્તિનું પ્રધાન કારણ આ દ્વાદશાંગી અથવા તેમને એક પણ અક્ષર, તેમજ તેના આધારે આપવામાં આવતી ધર્મ દેશના અને રચાયેલ કે ઈપણ સૂત્રાનુસારી ગ્રન્થરૂપ સમ્યકુ શ્રત છે. આ આશયને ધ્યાનમાં રાખીને જ સમ્યક્ દ્રવ્યશ્રત રૂપ દ્વાદશાંગીને, તેના પ્રણેતા પ્રથમ ગણધરને અને તેના અવલંબનથી ભાવકૃતને પ્રાપ્ત કરવા ઉપરાંત એ દ્વાદશાંગીના સંરક્ષણ માટે તન-મન અને ધનને યથાયોગ્ય ભેગ આપનાર શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને પણ તીર્થસ્વરૂપ ગણવામાં આવેલ છે. આ અપેક્ષાએ પંદરમા ગેયમપદ (કિંવા પ્રથમ ગણધરપકનું) ઘણું જ મહત્ત્વ છે. તીર્થકર દેએ ભલે ધર્મદેશના દ્વારા વિશ્વના તે તે ભાવેનું યથાર્થ પ્રતિપાદન કર્યું, પરંતુ બીજબુદ્ધિના નિધાન ગણધર ભગવા