________________
૧૯ર
શ્રમણ ભગવાન મહાવીર
માનિક દેવમાં પણ સર્વોત્તમ સ્થાન પાંચ અનુત્તર પૈકી સવાર્થસિદ્ધ વિમાનવાસી દેવેનું ગણવામાં આવે છે.
એ સર્વોત્તમ દેવોનું સંક્ષિપ્ત સ્વરૂપ આ સર્વાર્થસિદ્ધ વિમાનવાસી બધાય દેવે નિયમાં એકાવતારી હોય છે. ગત માનવજીવનમાં દ્રવ્ય-ભાવથી સંયમની સુંદર આરાધના કરનાર આત્મા જ આ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. આ વિમાનમાં વર્તતા સર્વ દેવેનું તેત્રીસ સાગરોપમનું જ આયુષ્ય હોય છે. આ દેમાં જઘન્ય, મધ્યમ તેમજ ઉત્કૃષ્ટ એવા આયુષ્યના વિભાગે નથી. ગત જન્મમાં કરેલા તપ-સંયમની ઉચયકક્ષાની આરાધનાના પ્રભાવે આ દેવને આહાર સંસાનું પ્રમાણ એટલું બધું અલ્પ હોય છે કે તેત્રીસ હજાર વર્ષો પસાર થાય એટલે એકવાર આહારની અભિલાષા થાય છે.
ગત જન્મમાં સંયમધર્મની આરાધનાના પ્રસંગે નિષ્કલંક ત્રિકેટી શુદ્ધ બ્રહ્મચર્યના પરિપાલનના પ્રભાવે વાસનાની અત્યંત મંદતા હોવાથી તેત્રીશ સાગરેપમ દરમ્યાન સવેદી છતાં પ્રાયઃ નિર્વિકારી ભાવમાં જ દે સદા-સર્વદા વર્તતા હોય છે. બાહ્ય કિંવા ભૌતિક સુખની આ સત્કૃષ્ટ સીમાનું સ્થાન પ્રાપ્ત થવાં છતાં એ સામગ્રીમાં લગભગ અલિપ્ત રહેવાવાળા એ દેવે એકાવતારી હોય એમાં શું આશ્ચર્ય હાય ! તેત્રીશ પખવાડીએ એકવાર ધાસેથ્રવાસની પ્રવૃત્તિ રૂ૫ શારીરિક સંપૂર્ણ આરોગ્યનું પ્રબલ પ્રતીક ધારણ કરનાર એ દેવેનું સર્વાંગસુંદર શરીર ફક્ત એક
'