________________
૨૦૨
શ્રમણ ભગવાન મહાવીર
નારકીના જીવોને ભયંકર વેદનાના ભેગવટામાં
પણ સમભાવ એ આરાધના છે. આરાધનાના બાહ્ય પ્રકારો યદ્યપિ અનેક છે, એમ. છતાં અંતરદષ્ટિએ આરાધનાને વિચાર કરવામાં આવે તે દર્શનમેહ, ચારિત્રમેહને તીવ્ર બંધ ન થાય અને એની સાથે બીજા જ્ઞાનાવરણાદિ કર્મોની પણ દીર્ધ સ્થિતિ ન બંધાય એ માટે આત્મામાં વર્તતી ઉપગની જાગૃતિ એ વાસ્તવિક અંતરંગ આરાધના છે, જીવનમાં રદ્રધ્યાનથી બચવું હજુ શક્ય છે પણ આત્ત ધ્યાનથી બચવું ઘણું આકરૂં છે. બાહ્યદષ્ટિએ જરા અનુકૂળ સંજોગે મળ્યા એટલે આપણે રાજી રાજી અને છેડા પ્રતિકૂળ સંજોગો મળ્યા એટલે નારાજ, આ રાજી અને નારાજી એટલે એક પ્રકારનું આર્તધ્યાન જ છે. તે તે કર્મના ઓ યિક ભાવની અનુકૂળતા – પ્રતિકૂળતાના પ્રસંગે, હર્ષ – શેકના કારણે આર્તધ્યાન ચાલુ હોય છે. અને એ આધ્યાનના પ્રધાને કારણે જ આ સંસાર કાયમ રહે છે. ભલે આત્મા નરકગતિમાં હોય અને ત્યાં અનેક પ્રકારે ત્રિવિધ યાતનાને ભેગવટે ચાલુ હોય એમ છતાં એ નારકીને આત્મા જે સમકિતવંત હોય તે ભયંકર યાતનાના ભેગવટા પ્રસંગે તે આત્મા હાય હાય, વેય વેય વગેરે બુમબરાડા નથી પાડતે, તેમજ આકંદ નથી કરતા પણ પોતાના આત્માને સમજાવે છે કે-“ચેતન ! મનુષ્ય અથવા તિર્યંચના ભાવમાં ક્ષણિક એવા બાહ્ય સુખને