________________
વિંશતિસ્થાનક તેરમું શુભધ્યાન પદ
૨૨૩
પ્રકારે બદબે પ્રગટ થાય છે, પરબ્રહ્મ અને અપરબ્રહ્મ એમ બે પ્રકારના બ્રહ્મ છે. તેમાં પરબ્રહ્મ એટલે મેક્ષ અને અપરબ્રહ્મ એટલે સંસાર. આ પરબ્રહ્મનું પ્રધાન કારણ બ્રહ્મચર્ય છે. જીવનમાં નવકેટ શુદ્ધ જે બ્રહ્મચર્યનું સ્થાન આવે તે તે આત્મા અલ્પકાળમાં ભવસાગરને પાર પામે છે. જીવનમાં ભલે બીજા બધાય વ્રત-નિયમ હોય પણ એક જ જે બ્રહ્મચર્ય ન હોય તે અન્ય વ્રત-નિયમની કશી કિંમત નથી. કેઈ સંજોગોમાં અન્ય વ્રત-નિયમ માટે આદર છતાં જીવનમાં અભાવ હોય પરંતુ એક બ્રહ્મચર્ય વ્રત નવકેટિ શુદ્ધ જીવનમાં આવી જાય તે બીજા વ્રત નિયમે અલ્પકાળમાં આપઆપ આવી જાય છે. પાંચેય ઈન્દ્રિયેના વિષયેની ગુલામી એ અબ્રહ્મ છે. અને પાંચેય ઈન્દ્રિયના વિષય પર સંપૂર્ણ કાબુ એ બ્રહ્મચર્ય છે. સર્વ તેમાં બ્રહ્મચર્ય વ્રત મુકુટ સમાન છે. “આ બારમા બ્રહ્મચર્ય પદની હું સ્વયં એવી સર્વોત્કૃષ્ટ આરાધના કરું કે ભાવિકાલે ધર્મતીર્થના પ્રવર્તન દ્વારા સર્વ ભવ્યાત્માઓને આ બ્રહ્મચર્યના આરાધક બને વવામાં નિમિત્તરૂપ બનું.” આવી ઉત્તમ ભાવના સતત ભાવનાર આત્મા પણ તીર્થકર નામકર્મને બંધ કરી ભાવિકાલે તીર્થંકર પદને અધિકારી બને છે. તેરમું શુભધ્યાન પદ-પ્રાસંગિક આર્ત અને રોકનું |
સ્વરૂપ - આર્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ એમ ચાર પ્રકારના ધ્યાન છે. કઈ પણ એક સંસારી જીવને અનંતકાળ દરમ્યાન જે શુભઅશુભ અધ્યવસાયે કિંવા વ્યકત–અવ્યક્ત માનસિક