________________
વિંશતિસ્થાનક–અગીયારમું ચારિત્રપદ
૨૨૧
મંદિરમાં પ્રકાશ પ્રગટે છે. એ ક્ષણે એ આત્માને આનંદ અવર્ણનીય હોય છે. એ ક્ષણે એ આત્માને પિતાના આત્મામાં રહેલ પરમાત્મસ્વરૂપ દેવાધિદેવનાં દર્શનને પ્રારંભ થાય છે. અને એ જ્ઞાનતિ વડે એ આત્માના જીવનવ્યવહારમાં એકદમ પરિવર્તન આવે છે. એવું જે જ્ઞાન એ જ જ્ઞાન છે અને એ જ સમ્યગુદર્શન છે, તેમજ એ જ વિનય – ગુણનું મૂલ છે એ જ્ઞાન પ્રગટ થયા બાદ એ આત્માની હષ્ટિમાં અજબ-ગજબને પલટે પ્રાપ્ત થાય છે. હવે એ આત્માને અહંભાવનું પરિબળ હેતું નથી. અહંભાવ આવે તે લાંબા સમય ટકતા નથી. આ ત્રણેય ગુણની આરાધના કરનારના મનમંદિરમાં ભાવયાની પ્રધાનતા અવશ્ય પ્રગટ થઈ શકે છે અને ભાવદયામાં જે સર્વોત્કૃષ્ટપણું આવે તે તીર્થકરનામ ગોત્રને નિકાચિત બંધ પણ તે આત્માને અવશ્ય થાય છે.
અગીયારમું ચારિત્ર પદ દશમા પદમાં સર્વ ગુણના મૂલ તરીકે વિનય પદને સ્થાન આપવામાં આવે છે. એક વિનય ગુણ બીજા સર્વ ગુણને વહેલા-મોડા પણ અવશ્ય ખેંચી લાવે છે. આ વિનય પદ પછી વિનય ગુણનાં ફળસ્વરૂપે ચારિત્રપદનું
સ્થાન આવે છે. પંચમહાવ્રતને સ્વીકાર એ દ્રવ્યચારિત્ર કિંવા વ્યવહાર ચારિત્ર છે અને એ પંચમહાવ્રતના પરિ પાલન સાથે ક્રોધ વગેરે કષાયેની લઘુતા થવી, પરભાવરમણતા ઓછી થવી અને નિજગુણમાં રમણતા પ્રાપ્ત કરવી