________________
૨૧૬
શ્રમણ ભગવાન મહાવીર ટકાવી રાખનાર કેઈ પણ કાળે અને કોઈપણ ક્ષેત્રે કોઈપણ વિશિષ્ટ મહાનુભાવે હોય તે પંચાચારના પાલક છત્રીશછત્રીશીથી અલંકૃત આચાર્ય ભગવંતે જ છે. આ આચાર્ય ભગવંતે યદ્યપિ-અનેક ગુણ સમુદાયથી વિભૂષિત હોય છે, એમ છતાં શાસન પ્રત્યે વફાદારી અને શાસનના કિંવા ધર્મતીર્થના રક્ષણ માટે પ્રાણાર્પણ કરવા સુધીનું પ્રશંસનીય ખમીર એ આ આચાર્ય ભગવંતને મુખ્ય ગુણ છે. એવી વફાદારી અને ખમીરવાળા આચાર્ય ભગવંતની પરં. પરા જ અરિહંત ભગવંતને જેના મનને ધર્મતીર્થને કિંવા પ્રવચનપદને સુરક્ષિત રાખી શકે છે. ધર્મતીની સ્થાપના કિંવા પ્રવર્તન એ અતિ ઉત્તમોત્તમ બાબત છે. એમ છતાં અરિહંત પ્રભુએ પ્રવર્તાવેલા એ ધર્મશાસનને સુરક્ષિત રાખવું એ પણ ઘણું જ મહત્ત્વની બાબત છે. ધર્મતીર્થના પ્રવર્તક તીર્થકર ભગવંતની ભક્તિ એ જેમ તીર્થંકરનામ કર્મના બંધનું અસાધારણ કારણ છે, એ જ પ્રમાણે ધર્મતીર્થના સંરક્ષક આચાર્ય ભગવંતની ભક્તિ એ પણ તીર્થંકરનામ કર્મના બંધને અસાધારણ હેતુ છે-“જગતના સર્વ જેને અક્ષય અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરાવનાર ધર્મતીર્થના સંરક્ષક એવા આચાર્ય ભગવંતની હું એવી ત્રિકરણગે ભક્તિ કરૂં કે ભાવિકાલે ધર્મતીર્થના પ્રવર્તન દ્વારા હું પણ વિશ્વના સર્વ જીને અવિચલ શાંતિની પ્રાપ્તિમાં નિમિત્તા રૂપ બની શકું.” આવી સર્વોત્કૃષ્ટ ભાવના વડે આચાર્ય પદની આરાધના કરનાર આત્મા ભાવિકાલે અવશ્ય અરિહંત પદને અધિકારી બને છે.