________________
વિશતિસ્થાનક પંચમ સ્થવિરપદ
૨૧૭ પાંચમું સ્થવિરપદ અને ૭૬ ઉપાધ્યાયપદ
આચાર્ય ભગવંતે ધર્મતીર્થના સંરક્ષક છે અને ધર્મ તીર્થના સંરક્ષણ માટેની પિતાની જવાબદારીને પિતાને ખ્યાલ હોય તે જ વાસ્તવિક રીતે તે મહાનુભાવ આચાર્યપદના અધિકારી છે, આ વાત જેમ યથાર્થ છે, તે જ પ્રમાણે આચાર્ય ભગવંતેને ધર્મતીર્થને સંરક્ષણમાં સ્થવિર ભગવંતે તેમ જ ઉપાધ્યાય ભગવંતેની સહાયની પણ તેટલી જ જરૂર છે. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના સ્થવિર કહ્યા છે. વયસ્થવિર, પર્યાયસ્થવિર અને શ્રુતસ્થવિર. ઉંમરમાં ૬૦ અથવા ૭૦ વર્ષથી વધુ ઉંમર હોય તે તે વયસ્થવિર છે. અહિં સ્થવિરપદમાં વયસ્થવિર સાથે કશો સંબંધ નથી, પણ જેઓને ચારિત્રપર્યાય ઓછામાં ઓછે વીસ વર્ષથી અધિક છે તે પર્યાયસ્થવિર છે અને જેઓએ ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહીને વિધિપૂર્વક જિન-આગમાદિ સર્વ શાસ્ત્રોને વાચન-પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચેય સ્વાધ્યાયના પ્રકારે વડે આત્મસ્પર્શી સુંદર અભ્યાસ કર્યો છે તે મહામુનિએ શ્રુતસ્થવિર છે. આચાર્ય ભગવંતે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘરૂપ ધર્મતીર્થનું અવશ્ય રક્ષણ કરે છે, એમ છતાં સંયમ રહણ કરનાર મુનિવરેને સારણ, વારણ, ચોયણ, પડિચેયણા વગેરે પ્રકારે વડે સંયમગુણમાં સ્થિર કરવાનું મુખ્ય કાર્ય સ્થવિર ભગવંતેનું છે, અને સંયમની સ્થિરતા તેમ જ સંયમગુણની વૃદ્ધિમાં અસાધારણ કારણ આગમાદિ શાસ્ત્રોને અભ્યાસ છે. સંયમ ગ્રહણ કરશ્ર ભ. મ. ૨૬