________________
૨૦૮
શ્રમણ ભગવાન મહાવીર
ભાવદયાની પ્રધાનતા તેમજ વિંશતી-સ્થાનકની
આરાધનાનો પ્રારંભ નંદન રાજર્ષિ પિતાના આત્મકલ્યાણ માટે તે જ્ઞાનધ્યાન તેમજ તપ, સંયમમાં ત્રિકરણગે ઝૂકી પડયા. પરંતુ પિતાના આત્મકલ્યાણ માત્રથી તેમને સંતોષ થાય તેમ ન હતું. એ મહર્ષિનાં અંતરાત્મામાં વિશ્વવતિ સર્વ જીવેના કલ્યાણ માર્ગમાં નિમિત્તભૂત ધમં તીર્થની સ્થાપના માટે યોગ્યતા વિદ્યમાન હતી અને એ રેગ્યતા પરિપકવ થવાનો સમય નજીક આવી પહોંચ્યું હતું, જન્મ–જરા-મરણ–આધિ, વ્યાધિ, ઉપાધિ રેગ, શેક, સંતાપ વગેરે વિવિધ દુઃખોથી સંસારનાં સર્વ જીવે ઘેરાયેલા જાણીને આપણા નંદન મહર્ષિને મને મંદિરમાં દ્રવ્ય અનુકંપા સાથે ભાવ-અનુકંપાને પ્રવાહ અખલિતપણે શરુ થયે હતે. “મારે જીવનમાં ગમે તેટલી તપસ્યા કરવી પડે અને પરિસહ ઉપસર્ગોની ફેજ સામે ઝઝુમવું પડે તેની મને પરવા નથી, દિવસ અને રાત્રિના જાગરણ કરવા પડે તેની પણ મને પરવા નથી, એ બધું કષ્ટ સહન કરવાના ભેગે પણ વિશ્વના સર્વ છે જે વિશુદ્ધ ધર્મના આરાધક બની જન્મ, જરા, મરણ, વગેરે સકલ દુઃખોથી રહિત થાય તે જ મારું જીવન સફલ છે.” આવી વિશ્વકલ્યાણની સર્વોત્કૃષ્ટ લેકેત્તર ભાવટયાની પરંપરા આપણું નંદન રાજર્ષિના અસંખ્ય આત્મપ્રદેશમાં નિરંતર ચાલુ હતી અને એ મહર્ષિએ માસખમણને પારણે મા ખમણને જીવન પર્યત અભિગ્રહ ધારણ કર્યો હતો તેની સાથે વિંશતિ સ્થાનક તપની આરાધનાને પણ મંગલમય પ્રારંભ કર્યો.