________________
નંદનરાજાની દીક્ષા
૨૭૭
મામાં સમ્યગ્દર્શનને દીવડો ઝગમગતે હોવાથી આ ભેગેપગની પ્રવૃત્તિને ત્યાગ કરી નિજ ગુણની રમતામાં અસાધારણ કારણસ્વરૂપ સંયમ ગ્રહણ કરવાને અને જ્ઞાન, ધ્યાન તેમજ તપન તેજ વડે પરમાત્મદશાને પ્રાપ્ત કરવાની તાલાવેલી હતી, તેથી જ વિશાળ એવા રાજ્યને ત્યાગ કરી સંયમ ગ્રહણ કરવા સાથે નંદન રાજવી આત્મકલ્યાણનાં પવિત્ર પંથે ચાલી નીકળ્યા. દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંયમ, તપ અને જ્ઞાનયેગને
ત્રિવેણી સંગમ ચારિત્ર ગ્રહણ કરવું એ જેમ દુષ્કર છે તેમ ચારિત્ર ગ્રહણ કર્યા પછી તપ-સંયમમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થવી એ એથી પણ વધુ દુષ્કર છે. નંદરાજા હવે નંદનરાજર્ષિ બન્યા પણ જે દિવસે ચારિત્ર ગ્રહણ કર્યું તે જ દિવસે ગુરુદેવની પાસે અભિગ્રહ ધારણ કર્યો કે આજથી જીવન પર્યત મા ખમણના પારણે મા ખમણ તપશ્ચર્યા ચાલુ રાખવી આ અભિગ્રહનું અખંડપણે જીવન પર્યંત પાલન કરવાથી મહાન તપસ્વી પણ બન્યા. અને આટલી તપશ્ચર્યા હોવા છતાં જ્ઞાનાભ્યાસમાં ઉજમાળ રહેવાને કારણે અગીઆર અંગના પારંગત થવાથી સમર્થ જ્ઞાની પણ થયા. એકબાજુથી સંયમ, બીજી બાજુથી ઉગ્ર તપશ્ચર્યા અને ત્રીજી બાજુથી શાસ્ત્રને સુંદર અભ્યાસ એમ ત્રિવેણી સંગમ થવાથી નંદન રાજર્ષિનું આત્મતેજ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યું.