________________
ઉચ્ચ કુલને વાસ્તવિક ભાવાર્થ
૨૦૫
બાદ માતા-પિતા વગેરે સ્વજન વર્ગ ધર્મ-પરાયણ હોય અને તેમના તરફથી જન્મ પ્રાપ્ત કરનાર બાળકને ગર્ભાવાસમાંથી જ આરાધનાના સંસ્કાર સારી રીતે મળતા રહે. તે જ તે ઉચ્ચકુલ કિંવા ઉચ્ચ ગેત્ર છે. ક્ષત્રિય કુળ જેવા ઉચ્ચ ગણાતા કુળમાં જન્મ લીધા બાદ જીવોને અભયદાન આપવાનું તેમજ અનેકવિધ યાતનાઓથી રીબાતા અનાથ પશુ-પક્ષીઓને તથા દીન-દુઃખી માનવોને રક્ષણ અને રાહત આપવાનું વાતાવરણ હોવાને બદલે નિરપરાધી પ્રાણીઓના શીકાર વગેરે કરવાનું વાતાવરણ હોય તે સામાન્ય રીતે વ્યવહાર પૂરતું ઉચ્ચ કુલ ગણવામાં આવે પરંતુ વાસ્તવિક રીતે ઉચ્ચ-કુલ ન ગણાય જે કુલમાં અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ, સતિષ અને ક્ષમાદિ ગુણનું વાતાવરણ હોય તે જ સાચી રીતે ઉચ્ચકુલ તરીકે ગણી શકાય. નંદનકુમારને પિતા તરફથી રાજ્યગાદીનું સમર્પણ
અને પિતાજીની દીક્ષા આપણુ નંદનકુમારના માતા ભદ્રારાણી અને પિતા જિતશત્રુ અનેક દેશના રાજવી છતાં એ બન્નેના દિલમાં અહિંસા વગેરે મંગલમય ધમનું વાતાવરણ હતું અને એથી જ નંદનકુમાર જ્યારે ગ્ય વયે પહોંચ્યા એટલે રાજ્યની ધુરા એ નંદનકુમારને સમર્પણ કરી આત્માના કલ્યાણ માટે જિતશત્રુ રાજાએ યેગ્ય ગુરૂદેવ પાસે સંયમને સ્વીકાર કર્યો નંદનકુમાર હવે રાજા થયા. એમ છતાં રાજ્યના