________________
૨૦૦
શ્રમણ ભગવાન મહાવીર
સાથે અન્ય સર્વ કળાઓનું નંદનકુમારને શિક્ષણ આપવામાં આવ્યું.
આરાધનાની સફળતા જે વ્યકિતએ પિતાના વર્તમાન જીવનમાં દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરી છે, અને એ આરાધનાના ફળ સ્વરૂપે દર્શનમોહ, ચારિત્રમેહ એ ઉભયમની મંદતા સાથે જ્ઞાનાવરણ વગેરે અન્યકર્મોની પણ લઘુતા કરેલ છે તે આત્મા આયુષ્ય પૂર્ણ થયા બાદ પ્રાયઃ સરગતિમાં જ ઉત્પન્ન થાય છે અને જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં ઘણા ભાગે તે આત્માને પુનઃ વિશિષ્ટ આરાધનાની જોગવાઈ પ્રાપ્ત થાય છે. વર્તમાનજીવનમાં દેવ-ગુરુ-ધર્મની આરાધનાનો વેગ મળવા અગાઉ દુર્ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય તે આયુષ્યનાં બંધકાળ પછીના વર્તમાન જીવનમાં કરેલી આરાધના નિષ્ફળ નથી જતી. નરક જેવી દુર્ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હાય અને પછી આત્મા આરાધનામાં જોડાવા સાથે દર્શનમિહનીય કર્મના ઉપશમ-ક્ષપશમના કારણે સમ્યગદર્શન વર્તમાન જીવનમાં પ્રાપ્ત કરે, તેમજ આગામી ભવનું નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયેલું હોવાથી વર્તમાન આયુ ધ્ય પૂર્ણ થવામાં એક અંતર્મુહૂર્ત જ્યારે બાકી રહે ત્યારે તે આત્મા (જે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ન હોય અને પશમ સમ્યગ્દર્શન હોય તે) સમ્યગ્દર્શનને વમી મિથ્યાદર્શન પ્રાપ્ત કરે છે અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકે આવે (જે ક્ષાયિક સમક્તિ હોય તે સમકિત કાયમ રહે પણ અશુભ લેશ્યા પ્રાપ્ત