________________
૧૯૮
શ્રમણ ભગવાન મહાવીર
સ્વર્ગીય સુખના રંગ-રાગમાં એ જ્ઞાનને ઉપયોગ કરવા દ્વારા એ આત્મા વિશિષ્ટ કર્મબંધનને અધિકારી બને છે.
ભગવંતના આત્મામાં ત્રણ જ્ઞાનની વિશેષતા . શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને આત્મા શુક દેવલોકમાં ઉત્પન્ન થયેલ છે. ભગવંતને આત્મા સમ્યગૃષ્ટિ છે. એટલું જ નહિ પણ એ દેવલોકમાં વર્તતા અન્ય દેવોને મતિ-કૃત અને અવધિજ્ઞાનથી ભગવંતના આત્માનું મતિશ્રત તેમજ અવધિજ્ઞાન વિશિષ્ટ કેટિનું તેમજ ઘણું નિર્મળ છે. જે આત્મા પૂર્વભવમાં રત્નત્રયીની આરાધના કરીને સંયમમાં વર્તતા સરાગ ભાવને કારણે દેવગતિ, દેવાયુષ્ય બંધ કરી સ્વર્ગલોકમાં ઉત્પન્ન થાય છે તે દેવના આત્મામાં મેહની અલ્પતા હોવાથી મતિ, શ્રત અને અવધિજ્ઞાન પણ અત્યંત નિર્મળતાવાળા હોય છે. દેવલોકમાં વર્તતા સમ્યગ્દષ્ટિ દેવેનું અંતરંગ જીવન - દેવલોકમાં વર્તતા દેવો દેવના ભવપરત્વે અવિરતિના ઉદયવાળા હોય છે, સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોને ઉપર જણાવ્યા પ્રમાણે તેત્રીસ હજાર વર્ષો પસાર થયા બાદ આહારની અભિલાષા અને લોમઆહાર ગ્રહણ કરવાનું થાય એમ છતાં નવકારશી, પારસી યાવત્ એક ઉપવાસ વગેરે તપશ્ચર્યા અને અન્ય વ્રત પચ્ચક્ખાણ જે રીતે મનુષ્યજીવનમાં મુમુક્ષુ આત્માને થઈ શકે છે તે રીતે એ દેવોને દેશથી કે સર્વથી વિરતિની આરાધનાને અભાવ હોય છે પરંતુ સમ્યગ્દર્શન અને જ્ઞાનની નિર્મળતા હોવાનાં