________________
સ્વર્ગલોકમાં કેણ ઉત્પન્ન થાય?
ગાળામાં સ્વર્ગલેક અવશ્ય પ્રાપ્ત કરે છે. પરંતુ બાહ્યા સુખની અભિલાષાથી સુકૃતની પ્રવૃત્તિ કરનાર અથવા આપઆપ સ્વાભાવિક રીતે વધુ પડતા પાપમાંથી બચી જવાના કારણે તેમજ સ્વાભાવિક રીતે વધુ પ્રમાણમાં કષ્ટ સહન કરવાના કારણે અને મન, વાણી, કાયાના શુભ વ્યાપારના કારણે પણ કઈવાર આત્મા એવું પુણ્યબલ ઉપાર્જન કરે છે કે જેને ભગવટે કરવા માટે આત્મા સ્વર્ગલોકમાં ઉત્પન્ન થાય છે. સંયમ એ મેક્ષનું સાધન છતાં આત્મા સ્વર્ગલોકમાં
" કેમ ઉતપન્ન થાય ? શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્માએ પ્રિય મિત્ર ચક્રવર્તી તરીકેના ત્રેવીસમા ભાવમાં છ ખંડના વિપુલ ઐશ્વચંને પરિત્યાગ કરી આત્મકલ્યાણની સાધના કિંવા એક્ષપ્રાપ્તિ માટે સંયમને સ્વીકાર કર્યો અને જ્ઞાન, ધ્યાન, તપશ્ચર્યા વગેરે મેક્ષસાધક યુગમાં આત્માને હજારો વર્ષો પર્યત ઝુકાવી દીધો એમ છતાં મેહનીય કર્મની પ્રબળતાના કારણે આત્માને તે ભવમાં વીતરાગભાવ પ્રાપ્ત ન થયો. કોઈપણ આત્મા મેક્ષની પ્રાપ્તિ માટે સંયમ ગ્રહણ કરે પરંતુ તે જ ભવમાં તે સંયમી આત્માને મોક્ષ પ્રાપ્ત થાય જ એ એકાંત નિયમ નથી. મેહનીય કર્મની અત્યંત લઘુતા હોય અને સંયમ ગ્રહણ કરે, અથવા મેહની મર્યાદિત પ્રબલતા હોવા છતાં સંયમ ગ્રહણ કર્યા બાદ અનુકુળ પુરુષાર્થનું જોર વધુ પ્રમાણમાં હોય તે તે