________________
૧૫૮
શ્રમણ ભગવાન મહાવીર
રમણતામાં અને તેને લાયક આરાધનામાં વર્તતો હોય તે તે પંડિતમરણ છે.
આત્મસ્વરૂપને જાણવું તે સમ્યગ્ર જ્ઞાન છે. આત્મસ્વરૂપની અભિરુચિ થવી તે સમ્યગ્ગદર્શન છે.....અને આત્મસ્વરૂપની સ્થિરતા પ્રાપ્ત થવી તે સમ્યક્ ચારિત્ર છે.
એ ત્રણેય ગુણની અનુકૂલતામાં મરણ થાય તે પડિત મરણ કહેવાય છે, અને પંડિત મરણ વડે મૃત્યુ પામનાર આત્માનું જીવન ધન્ય બનવા સાથે પરભવમાં જ્યાં ઉત્પન્ન થાય ત્યાં સમ્યગ્ગદર્શન અમુક હદ સુધીનું સમ્યજ્ઞાન તે આત્માની સાથે જાય છે.
કેઈપણ આત્માને પૂર્વભવમાં વિદ્યમાન ચારિત્ર ગુણ પરભવમાં સાથે જ નથી...પણ પૂર્વભવમાં કરેલી ચારિત્રની આરાધનાથી થયેલ કષાદયની મંદતા અને પરભવમાં સાથે આવેલ સમ્યગૂજ્ઞાનાદિ ગુણો જે દ્રવ્ય-ક્ષેત્રકાળની અનુકૂળતા હોય તે ભાવસામગ્રી સ્વરૂપ સર્વવિરતિ ચારિત્રને અવશ્ય ખેંચી લાવે છે. આ કારણે જ જીવનમાં પંડિતમરણ કિવા સમાધિમરણનું ખૂબ જ મહત્વ છે.
સમાધિમરણની દુર્લભતા સામાયિકાદિ આવશ્યક ક્રિયામાં અભિરુચિ સાથે એને અમલ કરે, સમક્તિ મૂલ બાર વ્રતમાં આત્માને જોડવો. અને એથી આગળ વધીને પંચ મહાવ્રતરૂપી ચારિત્રને ગ્રહણ કરવું, એ આત્મા માટે ઉત્તરેતર ઘણું દુષ્કર છે. એમ છતાં એ બધું પ્રાપ્ત થયા બાદ પંડિતમરણ પ્રાપ્ત