________________
સમાધિમરણની દુર્લભતા
૧૫૯
થવું એ તે અત્યંત દુષ્કર છે. એક પંડિતમરણ મળી જાય તે અ૫ કાળમાં ભવના ફેરા ટળી જાય, અને એ માટે જ વીયરાય-પ્રણિધાન સૂત્રમાં “સમાહિમરણું ચ એ પદદ્વારા હંમેશા પ્રભુ પાસે પંડિતમરણની માંગણી કરવામાં આવે છે.
બાવીશમા ભવમાં વિમલરાજાએ ચારિત્ર તે લીધું, સાથે નિરતિચારપણે એ ચારિત્રનું પરિપાલન કર્યું, અને અંતે પંડિતમરણના અધિકારી પણ તેઓ બન્યા. તેના પ્રભાવે જ ત્રેવીસમા ભાવમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળની સર્વોત્તમ સામગ્રી પ્રાપ્ત થવા સાથે પુણ્યના પ્રભાવે છ ખંડના ઐશ્વર્યની પ્રાપ્તિ અને તેને ત્યાગ કરી સર્વવિરતિ ગ્રહણ કરવાનાં સંસ્કારોની જીત પ્રગટાવી શકે એવા ધર્મમય વાતાવરણથી યુક્ત રાજા-રાણીને ત્યાં પ્રભુને આત્મા ઉત્પન્ન થયેલ છે.
બોધ વચન
યુવાવસ્થા, ધન સમ્પત્તિ, સત્તા અને રૂવાબ આ કે ચારે ય ખૂબ અનર્થને કરનાર છે, તે પછી જે { વ્યકિતમાં આ ચારેય ભેગાં થયાં હોય છે. તેને શું
અનર્થ ન કરે ?