________________
ચકવતીનું સ્વરૂપ
૧૮૧ બંધિ પુણ્યના ઉદયવાળા ચક્રવર્તીએ ચક્રવર્તી પણાના વૈભવને અવસરે ત્યાગ કરી સંયમના પુનીત પંથે પ્રયાણ કરે છે અને મેક્ષ અથવા સ્વર્ગને પ્રાપ્ત કરે છે. જે ચક્રવર્તીઓ નિયાણપૂર્વક એ પદવી પામ્યા છે અને પાપાનુબંધિ પુન્યના ઉદયવાળા છે, તેઓ ચક્રવર્તીના ભવમાં આયુષ્યની છેલ્લી પળ સુધી આરંભ-પરિગ્રહમાં મસ્ત હોય છે અને પરિણામે અવશ્ય નરકગતિમાં ઉત્પન્ન થાય છે.
આ અવસર્પિણીના બાર ચકવતીએ આ ભરતક્ષેત્રે વર્તમાન અવસર્પિણીમાં બાર ચક્રવર્તી કયા કયા તીર્થંકરના શાસનમાં થયા અને આયુષ્યની સમાપ્તિ બાદ ક્યાં ઉત્પન્ન થયા? તેને સંક્ષિપ્ત કમ આ પ્રમાણે છે.
પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજા પ્રથમ તીર્થકર શ્રી અષભદેવ ભગવંતના શાસનમાં થયા. ગૃહસ્થાશ્રમમાં જ આરિલાભુવનમાં ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા અને ત્યારબાદ ઘણાં વર્ષે પર્યત સ્વલિંગે પૃથ્વીતલ ઉપર વિચરી ચાર અધાતિકને ક્ષય કરી મોક્ષે ગયા.
બીજા સગર ચક્રવર્તી અજિતનાથ ભગવંતના શાસનમાં થયા અને અવસરે ચારિત્ર ગ્રહણ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે પહોંચ્યા.
ત્રીજા મઘવા નામના ચક્રવતી અને ચેથા સનતકુમાર ચકી પંદરમ ધર્મનાથ અને સેળમાં શાંતિનાથ પ્રભુના આંતરામાં થયા, (અર્થાત્ પંદરમા ધર્મનાથ પ્રભુના શાસનમાં થયા) અને એ બને ચક્રવર્તી અવસરે સંયમ ગ્રહણ કરવા