________________
૧૮૦
શ્રમણ ભગવાન મહાવીર
દેવે સેવા માટે હાજરી આપે છે. તે પ્રભાવ ચક્રવર્તીએ પિતાનાં પૂર્વભવમાં કરેલી ધર્મની આરાધનાનો છે. તીર્થકર પ્રભુ સિવાય સર્વ મનુષ્યમાં ચક્રવતીનું પુન્યબળ અને તેના પ્રભાવે શારીરિક વગેરે હરકોઈ પ્રકારનું બળ સત્કૃષ્ટ હોય છે. અને તે કારણે ચક્રવર્તીને નરદેવ કહેવામાં આવે છે.
ચકવતીને અભિષેક મહત્સવ ચકવર્તીને જન્મ થયા બાદ યૌવનકાળમાં જ્યારે રાજ્યગાદી પ્રાપ્ત થાય ત્યારે આયુધશાળામાં સર્વ પ્રથમ ચકરત્ન ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ અનુક્રમે બીજા રત્નોની ઉત્પત્તિ થાય છે. એ અવસરે એ રત્નની ઉત્પત્તિની બુશાલીમાં ચક્રવર્તી મહત્સવ કરે છે અને ત્યારપછી છ ખંડની સાધના માટે ચક્રવર્તીનું પ્રયાણ થાય છે. એ ચક્રવર્તીના પુણ્યબલના કારણે છ ખંડના નાના-મેટા રાજવીએ તેમની આજ્ઞાને સ્વીકાર કરે છે તેમ જ દેવતાઓની મદદથી સર્વ રાજવીઓ તેમ જ છ ખંડની સમસ્ત પ્રજા ચકવર્તીને ચકવતી તરીકે અભિષેક મહત્સવ ઉજવે છે.
ચક્રવર્તીના બે વિભાગ ચક્રવર્તીઓમાં પણ બે વિભાગે છે. એક પુણ્યાનુબંધિ પુણ્યના ઉદયવાળા અને બીજા પાપાનુબંધિ પુર્યોદયવાળા, દ્રવ્યધર્મ અને ભાવધર્મની આરાધના કરીને આવેલા પુન્યાનુબંધિ પુણ્યદયવાળા હોય છે, અને ફક્ત દ્રવ્યધર્મની આરાધના કરીને આવેલા અથવા નિયાણું કરીને આવેલા ચક્રવર્તીએ પાપાનુબંધિ પુણ્યના ઉદયવાળા છે. પુણ્યાનુ