________________
૧૮૪
શ્રમણ ભગવાન મહાવીર
w
આ ભાવના પ્રિય મિત્ર ચકીના મને મંદિરમાં નિરંતર ચાલુ હતી.
કેઈપણ સમ્યગુષ્ટિ આત્માને અંતરાત્મામાં સમ્યગદર્શનને દીવડે ઝગમગતે હોય ત્યારે એ આત્માના યોગ તથા ઉપગનું આત્મહિતને ઉચિત પરિવર્તન થઈ જાય છે. સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થયા પહેલાં અનંતકાળ દરમ્યાન પાપની પાપ તરીકે ઓળખાણ થઈ ન હતી કદાચ કઈવાર શ્રુતસામાયિકના કારણે ઓળખાણ થઈ હોય તે પાપની પ્રવૃત્તિથી છુટવાની અભિરુચિ તે પ્રગટી જ ન હતી. સંસારના ટકાવનું કારણ અઢાર પાપસ્થાનકે
અનંતકાળથી આ આત્માને સંસાર અને જન્મ-મરશુની પરંપરા અવિચ્છિન્નપણે જે ટકી રહેલ છે તેનું અસાધારણ કારણ અનાદિકાળથી ખુલ્લા રહેલા અઢારે ય પાપસ્થાનકે છે. અવ્યવહાર રાશિમાં અનંતકાળ પર્યત આ આત્મા રહ્યા, તે દરમ્યાન ભલે કાયગમાં (અર્થાત ક્રિયામાં) એ પાપસ્થાનકેનું સેવન સ્કૂલદષ્ટિએ ન હતું એમ છતાં ભાવમાં તે એ બધાય પાપના દરવાજાઓ ઉઘાડા જ હતાં. પૃથ્વી, પાણી, વગેરે બાદર એકેન્દ્રિયમાં પણ એ પાપે ભાવથી પ્રતિસમય ચાલુ હતા. બેઈદ્રિય વગેરે ભમાં પણ આ આત્માની એ જ દશા હતી. સંઝિપચે. ન્દ્રિય તરીકે દેવ–નાર-તિર્યંચ અને મનુષ્યના ભવેમાં આ આત્મા ભૂતકાળમાં અનંતીવાર ઉત્પન્ન થયે, પરંતુ ભવસ્થિતિને પરિપાક ન થવાના કારણે પ્રાણાતિપાત મૃષાવાદ