________________
શ્રમણ ભગવાન મહાવીર
ત્યારે તે આત્માને પાપની પ્રવૃત્તિ માટે નફરત જાગે છે. અનિવાર્ય સંજોગોમાં પાપાચરણ થઈ જાય તે પણ તે આત્માને એ માટે તીવ્ર પશ્ચાત્તાપ થાય છે અને ક્ષણે ક્ષણે એક જ ભાવના વર્તે છે કે આ પાપાચરણમાંથી ક્યારે બચું ! એ આત્મા પ્રભુદર્શને જાય ત્યાં ધન-દોલત કિંવા બાગ-બંગલાની માગણી નથી કરતું, પરંતુ હે ભગવાન ! “મારે આત્મા કેઈપણ ઉપાયે પાપાચરણમાંથી બચે તેને લાયક મને બળ આપજે” આ પ્રકારની માંગણી કરે છે. પ્રિય મિત્ર રાકવતિની સંસારસુખમાં ઉદાસીનતા
આપણું પ્રિયમિત્ર ચક્રવર્તી સમ્યગૃષ્ટિ હોવાથી તેમના આત્મામાં પણ પાપથી નિવૃત્ત થવાની તાલાવેલી લાગી છે. નિકાચિત ભેગાવલી કર્મોને કારણે ભલે એ આત્મા ગૃહ
સ્થાશ્રમમાં રહ્યો છે અને છ ખંડના એશ્વર્યનું સ્વામિત્વ પ્રાપ્ત થયું છે છતાં એમાં એ પ્રિયમિત્રને રસ નથી, આનંદ નથી પરંતુ ઉદાસીનતા છે. કયારે મહાવ્રતધારી સાધુ-મુનિરાજને વેગ મળે ? કયારે એ પૂજ્ય મહાનુભાવના મુખેથી ધર્મદેશના શ્રવણ કરું ? અને વૈરાગ્યવાસિત બની કયારે સંયમને ગ્રહણ કરૂં ? આ ઝંખના પ્રિય મિત્ર ચક્રવર્તીના મને મંદિરમાં રાત્રિ-દિવસ સતતપણે ચાલ્યા જ કરે છે અને એમ થવાનું મુખ્ય કારણ બાવીશમાં ભવમાં કરેલી ભાવચરિત્રની આરાધના છે, જે આત્માને ભાવારિકાની આરાધનાજન્ય આત્મિક આનંદને યથાર્થ અનુભવ થયે હોય તે આત્માને ચક્રવતી પણાના અથવા દેવ-દેવેન્દ્રમાં