________________
૧૭૪
શ્રમણ ભગવાન મહાવીર
યાદિ પદ વગેરે લકત્તર અધિકારોની અનુકૂળતા પ્રાપ્ત થવામાં ભાવદયાની પ્રધાનતા સાથે તેની તરતમતા એ જ મુખ્ય કારણ છે. તેમજ ચક્રવર્તી પણું. વાસુદેવપણું પ્રતિવાસુદેવપણું યાવત્ રાજા-મહારાજા-મહામાત્ય, નગરશેઠ વગેરે લૌકિક અધિકાર પ્રાપ્ત થવામાં દ્રવ્યદયાની તરતમતા હેતુરૂપ છે. દ્રવ્યદયા અને ભાવદયાની સંક્ષિપ્ત વ્યાખ્યા
આજે દ્રવ્યદયાની જરૂર નથી” એમ કેઈ કહે છે તે વાત એકાંતે બરાબર નથી, તે જ પ્રમાણે ભાવદયાને તરછેડીને એકાંતે દ્રવ્યદયાની પ્રવૃત્તિને પ્રધાનતા આપવામાં આવે છે તે માર્ગ પણ બરાબર નથી. દ્રવ્યદયાના સ્થાનમાં દ્રવ્યદયાનું પ્રાધાન્ય છે, અને ભાવદયાનાં સ્થાનમાં ભાવદયાની મુખ્યતા છે. દ્રવ્યદયા એ ભૌતિક સુખનું સાધન છે અને ભાવદયા એ આત્મિક સુખનું સાધન છે. છએ કાયાના જીવોની રક્ષા કરવી, દીનદુઃખીની સેવા તેમ જ માતાની માવજત કરવી અને મૂળ સંસ્કૃતિને ધકકો ન લાગે તેને લાયક ઔષધાલય વગેરે સમાપયેગી કાર્યોની સ્થાપના કરવી વગેરે દ્રવ્યદયા છે. તેમજ સ્વયં ધર્મની આરાધના કરવા સાથે અન્ય આત્માઓને શુદ્ધધર્મની પ્રાપ્તિ કરાવવી અને તેનાં સાધન તરીકે સાતે ય ક્ષેત્રોને પોષણ આપવું તેનું નામ ભાવદયા છે. વિમલ રાજાએ ઉપાર્જન કરેલ પુણ્યાનુબંધી પુણ્ય
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્મમંદિરમાં બાવીશમા વિમલ રાજાના ભવ દરમ્યાન ભાવદયાનું સ્થાન તે