________________
[૧૫]
પંચેન્દ્રિય સાત રત્નો
ચક્રવતીના ચૌદ રત્નનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે.
૧ સેનાપતિ-છ ખંડના સર્વદેશ-પ્રદેશને સાધવાના કાર્યમાં આ સેનાપતિ રત્ન મુખ્યપણે સહાયક છે.
૨ ગાથા પતિ-સર્વ પ્રકારના ધાન્ય તેમજ રઈ વગેરે તૈયાર કરવામાં ગાથા પતિરત્ન મુખ્ય કાર્ય કરનાર છે.
૩ પુરોહિત-રણસંગ્રામ વગેરે પ્રસંગે રોનિકના શરીરમાં કેઈપણ ઘા વાગેલ હોય તે તે અવસરે મલમપટ્ટા વગેરે પ્રવૃત્તિ દ્વારા ઘાને મટાડવાના કાર્યમાં, અન્ય કોઈ નાના મોટા રોગોનું નિવારણ કરવાના કાર્યમાં તેમજ શાંતિક, પૌષ્ટિક કાર્યમાં આ પુરેડિતરત્ન અત્યંત ઉ યેગી થાય છે.
૪ વાર્ધકી–નાના મેટા રાજમહેલ વગેરે મુકામેનાં બાંધકામ તથા રણસંગ્રામ પ્રસંગે ડેરા, તંબુ વગેરે છાવણી વસાવવાનાં કાર્યમાં આ વાર્ધકીરનો મુખ્ય ઉપગ હોય છે.
૫-૬ હસ્તી તથા અશ્વ–આ બને ને ચકવર્તીને સવારી કરવાના કાર્યમાં ઉપયોગી થાય છે. એ હસ્તીરત્ન તથા અશ્વરત્ન ઉપર સામાન્ય રીતે ચક્રવતી સિવાય બીજા કોઈને