________________
૧૬૬
શ્રમણ ભગવાન મહાવીર
V
રાજા પ્રિયમિત્રનું નિવેદમય જીવન
રાજા પ્રિયમિત્રને આત્મા આગળના વિમલ રાજાનાં ભવમાં સંયમની સુંદર આરાધના કરીને આવેલા હાવાથી વર્તમાન ભવમાં ભાગપભાગની સર્વાંગસુંદર સામગ્રી પ્રાપ્ત થયેલી છતાં નિવેદના રંગથી રંગાયેલ હતા. ભાગાપભાગની પ્રવૃત્તિના પ્રસંગેામાં પણ રાજા પ્રિયમિત્રના આત્મા ઉદાસીન હતા. કોઇપણ સમ્યગ્દષ્ટિ આત્મા અમુક કમ્પની પ્રબલતાના કારણે સંસારમાં રહેવુ પડે અને રહે તે જુદી વાત છે, પણ સંસાર અને સંસારના બાહ્યરુખામાં તે સમ્યગ્દષ્ટિ આત્માની રમણતાને અભાવ હોય છે. રાજા પ્રિયમિત્રના અંતરાત્માની પણ આજ પરિસ્થિતિ હતી.
રાજાનું રાજ્યપરિપાલન
માતા-પિતાના સંયમગ્રહણ બાદ રજા પ્રિયમિત્ર નીતિ અને ધર્મોને અગ્રસ્થાને રાખી પ્રજાનું સારી રીતે પાલન કરે છે. પ્રજાને પણ પ્રિયમિત્ર રાજા તરફને આદર તેમજ પ્રેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા જાય છે અને પ્રતિદિન વૃદ્ધિ પામતા પ્રખલ પુણ્યાયના પ્રભાવે પ્રિયમિત્ર રાજાને આંગણે ધન-ધાન્ય ઋદ્ધિ-સિધ્ધિ વગેરે હરકોઇ પ્રકારની બાહ્ય સુખની સામગ્રીના નિર'તર વધારા થતા જાય છે.
આજના માનવજગતની વિષમ સ્થિતિ
આજનું મોટા ભાગનું જગત લક્ષ્મી વગેરે બાહ્ય સુખના સાધનની પ્રાપ્તિ માટે એક સરખી દોડધામ કરી રહેલ છે, અને એ દોડધામની પાછળ હિંસા અસત્ય,