________________
ત્રેવીસમો ભવ-પ્રિય મિત્ર ચક્રવતી
૧૬૭ અત્યાચાર, અનીતિ વગેરે ઉગ્ન પાપનું સેવન કરે છે. એમ છતાં ઘણે ભાગે લક્ષ્મી વગેરે ભૌતિક સુખનાં સાધને આજના માનવને મળતાં નથી. મળે છે તે ટક્તાં નથી અને છેડે વધુ સમય ટકે છે તે શાંતિને બદલે પ્રાયઃ એ લક્ષમી વગેરે સાધને અશાંતિ, દુઃખ, કલેશ અને કંકાસના કારણે રૂપે બને છે.
આપણે કેવું જીવન જીવવું જોઈએ? આપણે આપણું જીવન એવું બનાવવું જોઇએ કે આપણે લક્ષ્મીને શોધવા જવું ન પડે, પણ લક્ષમી આપણને શોધતી આવે, આપણે શારીરિક આરોગ્ય માટે હેકટર, વૈદ્યને ત્યાં ધકકા ખાવા ન પડે. પણ આરોગ્ય આપણે પીછો છોડે જ નહિ, પરંતુ આ બાબત આ રીતે ત્યારે જ સિદધ થાય કે કેવલ આત્મકલ્યાણની ભાવનાથી પરમપવિત્ર વીતરાગ પ્રભુના શાસનની યથોચિત સુંદર આરાધના કરી હોય. આરાધના પ્રસંગે સંવર અને સકામ નિર્જરાની મુખ્યતા
રાજા પ્રિય મિત્રના આત્માએ ગત જન્મમાં સંયમ ગ્રહણ કરી વીતરાગ પ્રભુના પવિત્ર શાસનની ઘણી સુંદર આરાધના કરી હતી. એ આરાધનાના પ્રસંગે મુખ્ય હષ્ટિબિંદુ સંવર અને સકામનિર્જરાનું જ હતું એમ છતાં સાથે સાથે વિશિષ્ટ રસવાળી પુણ્યાનુબંધિ પુણ્યની પ્રકૃતિઓ બંધાયેલી હતી એટલે એ પ્રકૃતિના વિપાકેદયના કારણે જ ધનજય રાજાને ત્યાં જન્મ તેમજ ભેગોપભેગની હરકેઈ પ્રકારે