________________
૧૬૨
શ્રમણ ભગવાન મહાવીર
જુગતિ જે આકાશપ્રદેશ ઉપર મરણ થયું હોય તે આકાશ પ્રદેશમાંથી લેકના પર્યત સુધી પૂર્વ-પશ્ચિમ-ઉત્તરદક્ષિણ, ઉદર્વ અને અધા એમ છ દિશામાં આકાશપ્રદેશની છ શ્રેણિઓ શરૂ થાય છે. આ છ શ્રેણી પૈકી કઈપણ શ્રેણીમાં નજીક અથવા સંખ્ય-અસંખ્ય જન દર ઉત્પન્ન થવાનું હોય તે ઉત્પન્ન થનાર આત્માને એક સમય લાગે છે અને એ પ્રમાણે ઉત્પન્ન થવાની પદ્ધતિને જૈનદર્શનમાં ત્રગતિ તરીકે સંબોધવામાં આવેલ છે.
વિગ્રહગતિ અથવા વક્રાગતિ પ્રતર તેનું તેજ હોય પણ જે શ્રેણિને ભેદ હોય તે મરણસ્થાનથી ઉત્પત્તિ સ્થાને પહોંચતાં આત્માને બે સમય લાગે છે. શ્રેણિભેદની સાથે પ્રતરને પણ ભેદ હેાય અર્થાત શ્રેણિ અને પ્રતર બને જુદા જુદા હોય તે ત્રણ સમય અને લેકભેદ હોય તે ઉત્તિ સ્થાને પહોંચતાં આત્માને કઈવાર ચાર અને કેઈવાર પાંચ સમય પણ લાગે છે. રેલ્વે ટ્રેઈન જેમ પાટા ઉપર ચાલી શકે છે તે પ્રમાણે આત્મા પણ લેકાકાશમાં વર્તતી આકાશ પ્રદેશની પંક્તિ ઉપર ચાલે છે પણ આડીઅવળી ગતિ થઈ શક્તી નથી. આવા પ્રકારની બે સમય, ત્રણ સમય વગેરે સમવાળી ઉત્પન્ન થવાની પદ્ધતિને જૈનદર્શનમાં વાગતિ અથવા વિગ્રહગતિ એવું નામ આપવામાં આવેલ છે. તત્વાર્થાધિગમ સૂત્ર, કર્મગ્રન્થ, લેકપ્રકાશ વગેરે ગ્રંથમાં જુગતિ