________________
બાલમરણ-પડિત મરણ
૧૫૭ અને સમ્યગ્દર્શનાદિ આત્મિક ગુણ એ ભાવથી ઉત્તમ સામગ્રી છે.
બાલમરણ-પડિતમરણું કોઈપણ આત્મા જ્યાં સુધી સંસારમાં હોય છે. ત્યાં સુધી તે આત્માને જન્મ-મરણની પરંપરા નિયમિત ચાલુ રહે છે. જે સ્થળે જન્મ થાય તે સ્થળે ઉપર જણાવ્યા પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારેય પ્રકારની પ્રશસ્ત સામગ્રી પ્રાપ્ત થવી, એને આધાર ગત જન્મના મરણ ઉપર છે. પૂર્વભવમાં જે બાલમરણ થયું હોય તે વર્તમાન ભવમાં દ્રવ્ય-ક્ષેત્ર વગેરે ચારેય પ્રકારે અને તેમાંય ભાવની અપેક્ષાએ પ્રશસ્ત સામગ્રી પ્રાપ્ત થવામાં બાધા પહોંચે છે.
પરંતુ જે પૂર્વભવમાં પંડિતમરણ થયું હોય તે વર્તમાનભવમાં પ્રાયઃ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની અને તેમાંય ખાસ કરીને ભાવની અપેક્ષાએ સમુચિત સામગ્રી અવશ્ય પ્રાપ્ત થાય છે અને ચારેય પ્રકારની સામગ્રીને અનુકુલ વેગ મળ્યા બાદ એ આત્મા મોક્ષમાર્ગની આરાધનામાં ઉત્તરોત્તર આગળ વધતું જાય છે.
કેઈ અમુક કારણે દ્રવ્યાદિ સામગ્રી કદાચ એટલી અનુકૂલ ન હોય તે પણ ભાવની અનુકૂલતા હોવાથી એ દ્રવ્યાદિ સામગ્રીની અમુક કચાશ મેક્ષની આરાધનામાં બાધક થતી નથી.
મરણ સમયે આત્માની પરભાવમાં રમતા હોય તે તે બાલમરણ છે... અને મરણ સમયે આત્મા સ્વભાવ