________________
શ્રમણ ભગવાન મહાવીર
wwwˇmmmmmmm
અવસર્પિણીના ચોવીસ તીર્થંકરા પૈકી અગિયારમાં તીર્થં કર ભગવાન શ્રેયાંસનાથ પ્રભુનું શાસન હતુ. જે અવસરે ત્રિપૃષુકુમારને ત્રણ ખંડના આધિપત્યરૂપ વાસુદેવપણુ પ્રાપ્ત થયું, લગભગ એ સમય દરમ્યાન ભગવાન દેયાંસનાથ પ્રભુને ઘાતીકના ક્ષય અને કેવલજ્ઞાન-કેવલદનની પ્રાપ્તિ થઈ. તેમજ એ સર્વજ્ઞપ્રભુ શ્રેયાંસનાથ ભગવાન કેવલી અવસ્થામાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા પાલનપુર નગરના પરિસરમાં પધાર્યા. ઈન્દ્રાદિ દેવાએ ત્યાં પ્રભુનું સમવસરણું રચ્યું . વનપાલકે રાજાધિરાજ ત્રિપૃષ્ઠ વાસુદેવને પ્રભુની પધરામણીની વધામણી આપી. પ્રભુની પધરામણીના સમાચાર શ્રવણુ કરતાં વાસુદેવ અત્યંત પ્રસન્ન થયા અને વધામણી આપનાર વનપાલકને ક્રેડ સાનૈયા દાનમાં આપ્યા. પેાતાના અધુ અલદેવ અચલકુમા૨ વગેરે પરિવાર તેમજ રાજ્યના તમામ વૈભવ સાથે ત્રિપૃષ્ટવાસુદેવ ભગવંતની પાસે પહેાંચ્યા, પચાભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા આપવા પૂર્વક પ્રભુને વંદન કરી ગિપૃષ્ઠ વાસુદેવ યોગ્ય આસને ખેડા એટલે પ્રભુએ પણ ચેાજનગામિની અમૃતમય ધર્મ દેશનાના પ્રારંભ કર્યાં. પ્રભુની ધર્માં દેશના અને સ ંવર નિર્જરાનું સ્વરુપ
ભગવાન શ્રેયાંસપ્રભુની ધર્મદેશનામાં સવર અને નિર્જરા તત્વની પ્રધાનાતા હતી. કર્મ સ્કંધાના આત્મપ્રદેશેાની સાથે અમુક પ્રમાણમાં પણ જ્યાં સુધી સ ંબંધ હાય છે અને નવા નવા કર્મ સ્ક ંધાનું ગ્રહણ ચાલુ છે ત્યાં સુધી આત્માને મુક્ત અવસ્થા પ્રાપ્ત થતી નથી, તથા જન્મજરામરણાદિ
૧૦૮
in