________________
વાસુદેવના નામ-સમય-ગતિ
૧૩૫ દૃષ્ટિ નારકજીવ આયુષ્યને બંધ કરે તે મનુષ્યના આયુષ્યને બંધ કરે એમ કર્મગ્રન્થ વગેરે શાસ્ત્રનું કથન છે.તે પછી સાતમી નારકને કેઈજીવ સમ્યગદષ્ટિમાં મનુષ્યના આયુષ્યને બંધ કરી મનુષ્યના દંડકમાં કેમ ઉત્પન્ન ન થઈ શકે ?
એના સમાધાનમાં સમજવાનું છે કે સાતમી નારકીમાં ઉત્પન્ન થયેલા છે પછી કોઈ જીવ સમ્યગ્દષ્ટિ હોઈ શકે છે એ વાત બરાબર છે. મનુષ્ય અથવા તિર્યંચના ભવમાંથી કેઈ આત્મા જ્યારે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે એ આત્મા અવશ્ય મિથ્યાદષ્ટિ જ હોય છે, પણ ઉત્પન્ન થયા બાદ પ્રથમનું અંતમુહૂર્ત સમાપ્ત થયા પછી સાતમી નારકી જેવા ભયંકર દુઃખના સ્થાનમાં પણ કઈ ભવ્ય આત્માને સમ્યગદર્શન પ્રકટ થાય છે, અને કઈ કઈ વાર તે એવું બને છે કે પ્રગટ થયેલ એ ક્ષપશમ સમ્યદર્શન એ નારકીને જીવન ૩૩ સાગરોપમના આયુષ્યનું ફકત એક છેલું અંતમુહૂર્ત બાકી રહે ત્યાં સુધી એક ધારું ટકી રહે છે.
એમ છતાં એ સાતમી નારકીના ભવનું સ્થાન એવું વિચિત્ર છે...અથવા ત્યાં ઉત્પન્ન થનાર આત્માના કર્મની સત્તા જ એવા પ્રકારની છે કે સમ્યગ્દર્શન વિદ્યમાન હોય તે સમય દરમિયાન આયુષ્યને બંધ પડતો નથી છેલ્લે એક અંતર્મુહૂર્ત જ્યારે બાકી રહે અને સમ્યગ્દર્શનને વમી નાખે અને મિથ્યાત્વને ઉદય શરુ થાય ત્યારે જ આયુષ્યને