________________
૧૩૮
શ્રમણ ભગવાન મહાવીર
સર્વ સામાન્ય વિચાર કરીએ તો, એ વાઘ-દીપડા-સિંહ વગેરે પગા પ્રાણીઓ પિતાના જીવન દરમિયાન અનેકાનેક પંચેન્દ્રિય જીની હિંસા વગેરે પાપસ્થાનકના સેવનદ્વારા અશુભ કર્મ ઉપાર્જન કરી નરક અથવા તિર્યંચ જેવી દુર્ગતિમાં પ્રાયઃ ચાલ્યા જાય છે.
શુભાશુભ પ્રવૃત્તિથી સુખ-દુઃખ નિર્માણ
જીવનમાં કઈ કઈ વાર ત્રિકરણ યોગે એવી શુભ પ્રવૃત્તિ થઈ જાય છે કે જેના પ્રભાવે એ આત્મા જ્યાં જ્યાં ઉત્પન્ન થાય, ત્યાં ત્યાં બાહ્ય-અત્યંતર સુખ–શાંતિ કિવા કુશલાનુબંધની પરંપરા ચાલે છે.
જ્યારે એથી વિપરીત રીતે જીવનમાં કઈ વાર મનવાણી કાયા દ્વારા એવી અશુભ પ્રવૃત્તિને પ્રસંગ પ્રાપ્ત થાય છે કે પરિણામે એ આત્મા જ્યાં જ્યાં જન્મ ધારણ કરે, ત્યાં ત્યાં બહુલતાએ ઉભય પ્રકારે અશાન્તિ અથવા અકુશલાનુબન્ધની પરંપરા અનેક પર્યત ચાલે છે.
પાપથી વિમુખ થા અનાસક્ત બને પાપને પાપ તરીકે જાણ્યા પછી તેનાથી દૂર રહેવાય પાપને પડખે ન ચડાય, આત્મહિત માટે એ સર્વોત્તમ માર્ગ છે.
પરંતુ એ ઉચ્ચ કક્ષાએ ન પહોંચાય તે પાપને પાપ તરીકે જાણ્યા બાદ જ્યારે જ્યારે પાપની પ્રવૃત્તિને પ્રસંગ આવે. અને અનિવાર્ય સંગેમાં પાપ કરવું પડે, ત્યારે