________________
૧૫૨
શ્રમણ ભગવાન મહાવીર
આરાધક ભાવ પ્રકટ થઈ જાય પછી પ્રતિકૂલ નિમિત્તોની હાજરીમાં મેહનીયન ઉદયથી આત્માનું કદાચ અધઃપતન થાય. તે પણ વધુમાં વધુ અર્ધ પુદ્ગલ–પરાવર્તન જેટલા સમયમાં તે આત્માને ઉદ્ધાર થયા વિના રહેતું નથી.
સમ્યગ્દર્શનાદિ રત્નત્રયી પ્રાપ્ત થવી એ છે કે અત્યંત દુર છે. પરંતુ એ રત્નત્રયી પ્રાપ્ત થયા બાદ પ્રતિકૂલ સંજોગોમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે આરાધક ભાવ ટકી રહે એ તે અતિશય દુષ્કર છે.
ગર્ભાવતાર અને માતાને સ્વપ્નદર્શન ૨૨ મા વિમલરાજવીના ભવમાં સંયમની આરાધના સાથે સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી ભગવાન મહાવીરને આત્મા ૨૩ મા ભવમાં પશ્ચિમ મહાવિદેહમાં મુકા નગરીનાં મહારાજા ધનંજયની પટરાણ ધારિણદેવીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે.
જે રાત્રિએ ભગવંતને આત્મા ધારિણી માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયે. તે રાત્રિએ ગર્ભમાં ઉત્પન્ન થયેલ આત્માના પુણ્યપ્રભાવે ધારિણીદેવીને ગજ-વૃષભાદિ ચૌદ મહાસ્વપ્નના દર્શન થાય છે.
શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે તીર્થકર ચક્રવર્તીને આત્મા જ્યારે માતાની કુક્ષિમાં અવતરે છે. ત્યારે બન્નેની માતાને ચૌદ મહાસ્વપ્નનાં દર્શન અવશ્ય થાય છે. પણ એમાં તફાવત એટલો છે કે તીર્થકરની માતા ગજ-વૃષભાદિ જે ૧૪