________________
અઢારમા ભવનું સિંહાવકન
૧૨૩ વાસુદેવે બધા જ નરન્ગતિ ગામી હોય છે. જ્યારે બલદેવે બધાય સ્વર્ગ અથવા મોક્ષે જનારા હોય છે.
બાહ્ય પુણ્યમાં અમુક રીતે સમાનતા હોવા છતાં પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્યને કારણે અંતરંગ જીવનની દષ્ટિએ એક અધોગામી હોય છે, બીજે ઊર્ધ્વગામી હોય છે.
અચલકુમારને વિલાપ અને દીક્ષા વાસુદેવ અને બલદેવ આ બન્ને જુગલજોડીમાં પરસ્પર ગાઢ પ્રેમ હોય છે, એ નિયમ પ્રમાણે ત્રિપૃષ્ઠ વાસુદેવના વડીલબંધુ બલદેવ અચલકુમારને ત્રિપૃષ્ઠકુમાર ઉપર નિઃસીમ પ્રેમ હતે.
તેઓ તેજ ભવમાં મુકિતગામી અને વિવેકી હોવા છતાં ત્રિપૃષ્ઠ વાસુદેવનું અવસાન થયા બાદ હદ ઉપરાંત બંધુ
નેહના કારણે ઉચ્ચ અને કરૂણ સ્વરે રૂદન કરવા લાગ્યા... વાસુદેવના મૃતક શરીરને પિતાના ઉત્સંગમાં લઈને વિવિધ પ્રકારે વિલાપ કરવા લાગ્યા.
કુટુંબને વૃદ્ધ પુરુષેની ઘણું ઘણું સમજાવટ પછી અચલકુમારે વાસુદેવનું શરીર કુટુંબી વર્ગને સંપ્યું અને ત્યારબાદ તેને ઉત્તરવિધિ થયે.
આ પ્રસંગ બની ગયા બાદ વાસુદેવ ઉપરના ગાઢ સનેહના કારણે ઉદાસીન અને ગમગીન બની ગયેલા અચલકુમારને રાજ્યમહેલમાં ઉપવનમાં...નગરમાં કઈ પણ સ્થળે