________________
૧૨૪
શ્રમણ ભગવાન મહાવીર
અને એટલેથી જ ન અટકતાં માનદશામાં આગળ વધી ખાન-પાન-ભેગ-ઉપગ વગેરે કેઈપણ સંસારિક પ્રવૃત્તિમાં આનંદ આવતું નથી. રસપડતું નથી. ત્રિપૃષ્ણકુમારનું વારંવાર સ્મરણ કરીને શેક સંતાપ કરે છે.
આ રીતે કેટલેક કાળ પસાર થયા બાદ એક વખતે અચલકુમારને અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથ ભગવાનને ઉપદેશ યાદ આવ્યું તેઓ સંસારની અસારતાનું ચિંતન કરી વિષયેથી વિરક્ત બની સંયમ ગ્રહણ કરવા તત્પર થયા....પરંતુ કુટુંબી વર્ગના અતિ આગ્રહથી છેડે સમય સંસારમાં રહેવા સંમત થયા.
કેટલાક સમય બાદ ધર્મઘોષ નામના આચાર્ય ભગવંત પોતનપુર નગરના પરિસરમાં પધાર્યા. અચલકુમાર પિતાના પરિવાર સાથે એ આચાર્ય ભગવંતને વંદન કરવા માટે ગયા.
આચાર્ય ભગવંતની વૈરાગ્યવાહિની ધર્મદેશના સાંભળી તેઓ સંસાર ઉપરથી નિર્વેદ પામ્યા. અને સ્વજન-સંબંધી વર્ગની અનુમતિ મેળવી આચાર્ય ભગવંત પાસે ભાગવતી દીક્ષાને સ્વીકાર કર્યો.
દીક્ષા લીધા બાદ મૂલગુણ ઉત્તરગુણના પરિપાલનમાં કઠેરપણે ઉજમાળ બન્યા. જ્ઞાન-ધ્યાન-તપ-સંયમની સુવિશુદ્ધ આરાધના કરવા લાગ્યા...આ રીતે આરાધના કરતાં કરતાં ઘાતકર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું....અને શેષ આયુષ્ય પૂર્ણ કરી બલદેવ અચલકુમાર મોશે પહોંચ્યા