________________
૧૧૮
શ્રમણ ભગવાન મહાવીર
સુખ-સંપત્તિને ગુલામ બની જાય છે અને મળેલી અનુકૂળ સામગ્રીને સમગ્રપણે દુરૂપયોગ કરી સંસારવૃદ્ધિ કરી દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
આ વસ્તુને વધુ સ્પષ્ટ સમજવા માટે પુષ્ય-પાપની ચઉભંગી સમજવી આવશ્યક છે.
પુણ્ય-પાપની ચઉભંગી મન-વાણી-કાયાના સારા કે નરસા વ્યાપાર-પ્રવૃત્તિ એ ગ છે. અને એની પાછળનો ઉદ્દેશ-લક્ષ્ય અથવા દષ્ટિબિન્દુ એ ઉપગ છે.
આ વેગ અને ઉપયોગમાં ચાર પ્રકારે સંભવે છે. (૧) શભયોગ અને શુદ્ધોપયોગ. (૨) શુભયોગ અને અશુદ્ધોપયોગ (૩) અશુભયોગ અને શુદ્ધોપયોગ. (૪) અશુભગ અને અશુદ્ધોપયોગ.
આ ચાર પ્રકારેને કારણે બંધાતા પુણ્ય-પાપમાં પણ ચાર પ્રકાર-ચઉભંગી ઊભી થાય છે. તે આ પ્રમાણે. (૧) પુણ્યાનુબંધી પુણ્ય. (૨) પાપાનુબંધી પુણ્ય. (૩) પુણ્યાનુબધી પાપ. (૪) પાપાનુબંધી પાપ.
પ્રથમ પ્રકારમાં સુવિહિત ધર્માચરણ હોય છે અને સાથે આત્મહિતનું લક્ષ્ય હોય છે. એટલે આમાં યોગનું શુભપણું અને ઉપયોગની વિશુદ્ધિ છે. આવા પ્રસંગે સંવર અને સકામ નિર્જરા સાથે પુણ્યાનુબંધી પુણ્યની અનુકૂલતા ઉભી થાય છે જે મેક્ષનું અસાધારણ કારણ છે.