________________
૧૦૬
શ્રમણ ભગવાન મહાવીર
www.
ખાદ્ય સુખના સાધને પણ ધર્મની આરાધના અને તજજન્ય પુણ્યાદયથી જ પ્રાપ્ત થાય છે. શ્રુતકેવલી ભગવા શય્ય ભવસૂરિ મહારાજે દશવૈકાલિકસૂત્રના પ્રથમ અયયનની પ્રથમ ગાથામાં એક વાત સ્પષ્ટપણે નિર્દે શી છે કે “વૈવિ તં નમંન્નત્તિ નસ ઘન્ને સામળો' જે મહાનુભાવના મનાદિરમાં ધન પ્રકાશ અને તે કારણે સ ંચિત થયેલ પુણ્યબલ વિદ્યમાન છે તે મહાનુભાવના ચરણામાં સ્વર્ગ લાકમાં વર્તતા દેવે પણ નમસ્કાર કરે છે. વ્યવહાર અને નિશ્ચય ઊભય પ્રકારે ધમ જો અવિકૃત અર્થાત્ શુદ્ધ હાય તો એ ધર્મ આત્માને સ્વર્ગાદિ સુખાની પરંપરા સાથે પરિણામે મેક્ષે પહોંચાડે છે, અને એ ધમ જો અંતરગ દૃષ્ટિએ અશુદ્ધ હાય તે અમુક સમય પૂરતી બાહ્ય સુખની અનુકૂળતા પ્રાપ્ત થયા માદ પરિણામે તે આત્મા દુર્ગાંતિના અધિકારી બને છે.
ત્રિપૃષ્ટવાસુદેવના આત્માને વર્તમાન ભવમાં ત્રણ ખંડનુ જે ઐશ્વર્ય મળ્યુ છે તે શુદ્ધ ધર્મના કારણે નહિ પણ અશુદ્ધધર્મના કારણે મળ્યું છે. તેથી જ વાસુદેવના ભવની પૂર્ણાહુતિ પછી એ વાસુદેવના આત્મા નરકતિના અતિથિ થવાના છે. આપણે આગળના પ્રકરણમાં એ વાત જાણી ગયા છીએ કે સાળમાં વિશ્વભૂતિના ભવમાં સંયમ અને તપની સુંદર આરાધના છતાં વિશાખાનદીએ કરેલા ઉપહાસનુ' નિમિત્ત મળતાં એ મહામુનિએ ઉગ્ર અશુભભાવે નિયાણું કર્યું હતું. કે “મારા સંયમ અને તપના સ્વરુપે આગામી મનુષ્યજન્મમાં હું અત્યન્ત બળ પ્રાપ્ત કરુ