________________
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને અઢારમે ભવ “ત્રિપષ્ક-વાસુદેવ”
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના સમ્યગદર્શનની પ્રાપ્તિથી મક્ષગમન સુધીના સ્થૂલ સત્તાવીશ ભનાં નિરૂપણમાં અઢારમા વાસુદેવના ભવનું નિરૂપણ પ્રકરણ ૭-૮ થી ચાલુ છે પ્રતિવાસુદેવ અધગ્રીવને રણસંગ્રામમાં ત્રિપૂછવાસુદેવે વધ કર્યો. દેવેએ ત્રિપૃષ્ણકુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરવા સાથે પ્રથમ વાસુદેવ તરીકે તેમને જાહેર કર્યા. પ્રતિવાસુદેવ અધગ્રીવની અજ્ઞાને આધીન રહેલા અને રણસંગ્રામમાં સામેલ થયેલા નાના મોટા સર્વ રાજાઓ ટિપૃષ્ટવાસુદેવના ચરણમાં પ્રણામ કરી, થયેલા અપરાધની માફી માંગવા લાગ્યા. ટિપૃષ્ટવાસુદેવે સર્વ રાજાઓને સાંત્વન આપી સુખેથી પિતાનું રાજ્ય પાલન કરવાનું ફરમાન કર્યું અને વાસુદેવની આજ્ઞા શિરોમાન્ય રાખી સર્વ રાજાએ પણ પિતાના સ્થાને ગયા.
સુખનું અનન્ય સાધન ધર્મ જ છે. ત્રિપૃષ્ઠવાસુદેવે ત્યારબાદ પિતાના નગરમાં આવી વાસુદેવ નામ કર્મના ફળ સ્વરુપે પિતાના બંધુ બલદેવ અચલકુમાર તેમજ ચક વગેરે સાતેય રત્નની સામગ્રી સાથે ભરતના ત્રણ ખંડને સાધવા માટે શુભ મુહુર્ત પ્રયાણ કર્યું લવણસમુદ્રની નજીકમાં આવી પૂર્વ દિશામાં મગધદેવની,