________________
અઢારમે ભવ ત્રિપૃષ્ઠ-વાસુદેવ
૧૦૩ સાથે રણસંગ્રામ કરી તેને હરાવી સ્વયંપ્રભાને પિતાના અંતપુરમાં લાવવાને નિર્ણય કર્યો. વિશાળ રેન્યને તૈયાર કરી ત્રિપૃષ્ઠકુમારની હદમાં અશ્વગ્રીવ આવી પહોંચ્યો. ત્રિપ્રકકુમારને તે રણસંગ્રામ અત્યંત પ્રિય હતું. તેને શૂરાતન અને વીલ્લાસ અદ્દભુત હતાં. પિતાજીની આજ્ઞા લઈ પિતાને સૈન્ય સાથે ત્રિપુષકુમાર પણ રણસંગ્રામના મેખરે આવી પહોંચે. રણસંગ્રામમાં અગણિત સૈનિકે મરણને શરણ થયાં. ખૂનખાર જંગ જાયે. અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ઠકુમાર બને વીર પુરુષે રણસંગ્રામમાં સામસામે આવી ગયા. અશ્વગ્રીવે ગુસ્સામાં ને ગુસ્સામાં પિતાનું ચક્રરત્ન ત્રિપૃષ્ઠકુમાર તરફ ફેંકયું. પરંતુ વિશિષ્ટ પુણ્યબળનાં કારણે કુમારને ક્ષણવાર મૂચ્છ સિવાય ચક્રરત્નની ખાસ બીજી કશી અસર ન થઈ ત્રિપૃષ્ણકુમારે એજ ચક્ર હાથમાં લઈને પ્રતિવાસુદેવ ઉપર ફેંક્યું. પ્રતિવાસુદેવને કાળ નજીક પહોંચે હતો. એટલે પિતાના જ ચકથી પિતાને શિરચ્છેદ થતાં અશ્વગ્રીવ અવનિ ઉપર ઢળી પડ્યા અને આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરકના અતિથિ થયા. તે જ અવસરે ગગનમાં રહેલા દેએ શિપૃષ્ણકુમારને જય જય શબ્દથી વધાવી લીધા. વાસુદેવનાં સાતરને પૈકી શાર્ગ-ધનુષ્ય, મુકી ગદા વગેરે જે રત્નો બાકી હતાં તે તેમને અર્પણ કર્યા અને એ દેએ શિપૃડકુમારની વાસુદેવ તરીકે અત્યાર સુધી પ્રતિવાસુદેવ અશ્વગ્રીવની આજ્ઞામાં વર્તતા ભરતના ત્રણેય ખંડના નાના મેટા રાજાઓએ વાસુદેવ ત્રિપૃષ્ઠ મહારાજાની આજ્ઞાને સ્વીકાર કર્યો. આ પ્રમાણે ભગવાન મહાવીર દેવના આત્માને અઢારમા ભાવમાં વાસુદેવપણું પ્રાપ્ત થયું