________________
શ્રમણ ભગવાન મહાવીર
કાંઈ નથી. શાસ્ત્રષ્ટિએ ભરતાદિ દશ ક્ષેત્રોમાં અવસર્પિણ અને ઉત્સર્પિણી એમ બે પ્રકારને કાળ છે. જે કાળમાં વન, ધાન્ય, ભૂમિના રસ-કસ, કાયા-તેમ જ આયુષ્ય પ્રમાણ અનુક્રમે એણું ઓછું થતું જાય તે કાળને અમાપણાકાળ કહેવાય છે, અને જે કાળમાં ધન-ધાન્ય યાવત્ આયુષ્ય વગેરેમાં કમશઃ વૃદ્ધિ થતી જાય છે તેને ઉત્સર્પિણી કાળ કહેવામાં આવે છે. વર્તમાનમાં અવસર્પિણકાળ હોવાથી ભૂતકાળની અપેક્ષાએ વર્તમાન કાળમાં કારનું પ્રમાણ ઓછું થતું જાય તે તે બરાબર છે.
કુશલ દેવને પ્રતિવાસુદેવને પ્રશ્ન પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ ત્રણ ખંડના સ્વામી છતાં એક અવસરે તેમના ચિત્તમાં વિચાર પ્રગટ થયે કે “ભારતના દક્ષિણાર્ધમાં જે જે દેશના જે જે રાજવીઓ છે તે દરેક રાજાઓ તો મારી આજ્ઞાને આધીન છે એ સર્વ રાજવીઓ પૈકી કોઈ પણ રાજવીને મને જે કે ભય નથી, પરંતુ એ પ્રત્યેક રાજા પૈકી કઈ રાજાને પુત્ર મારા કરતાં વધુ બળવન વધુ પરાક્રમી હોય અને ભવિષ્યમાં મારા ત્રણ ખંડનું સામ્રાજ્ય રણસંગ્રામ વગેરે કરીને પિતાને વાલીન કરે એવું તે કઈ નથી ને? એને મારે નિર્ણય કરે જોઈએ. આ પ્રમાણે વિચાર થયા બાદ દૈવગે અષ્ટાંગ નિમિત્તના જાણકાર કેઈ દૈવજ્ઞ સમાગમ થતાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવે એ દૈવજ્ઞને પિતાને દીદલમાં જે વિચાર પ્રગટ થયે હતું તે જ કર્યો. ઉપરાંત “મારું મૃત્યુ કેના હાથે થશે ? તે બાબત