________________
૯૮
શ્રમણ ભગવાન મહાવીર
દૂતને આદર કરતા હોય પરંતુ હું તે પ્રમાણે એ અશ્વગ્રીવની આજ્ઞા માનવા તૈયાર નથી એટલું જ નહિ પણ રંગમાં ભંગ પાડનાર આ દૂતની મારે બરાબર ખબર લેવી જોઈએ.” આ પ્રમાણે અનેક પ્રકારની વિચારધારા પૃિષ્ઠકુમારના અંતઃકરણમાં શરૂ થઈ. અને અગાઉથી કરેલા સંકેત મુજબ પિતાના માણસ મારફત આ ચંડવેગ દૂતને રાજાએ આપેલ કિંમતી ભેટણ લઈને પિતાના સ્વામી અશ્વગ્રીવ રાજા પાસે જવા રવાના થયાની ખબર મળતાં ત્રિઠકુમારે તેના માર્ગમાં પહોંચી એ ચંડવેગને લૂંટી લીધે અને અનેક પ્રકારના અપશબ્દ વગેરેથી તેને પરાભવ કર્યો. ચંડવેગ દૂત પિતાનાં સ્વામી પાસે જઈ રાજા પ્રજાપતિ તરફથી મળેલ આદર માન અને તેમના પુત્ર ત્રિપૃષ્ઠકુમાર તરફથી પરાભવની હકીકત પ્રતિવાસુદેવને જણાવે તે પહેલાં જ બીજા માણસે મારક્ત એ બધી હકીક્ત અશ્વગ્રીવનાં જાણવામાં આવી ગઈ હતી, અને અષ્ટાંગ નિમિત્તના જાણ દેવજ્ઞની બે હકીકત પૈકી એક હકીકત સાચી પડતાં પ્રતિવાસુદેવ અશ્વગ્રીવનું અંતઃકરણ વધુ આકુળ વ્યાકુળ બન્યું હતું.
વિપૃષ્ઠકુમારે કરેલ સિંહવિદારણ દિવસે જણાવેલ બીજી સિંહવિદ્યારણની હકીક્ત માટે પ્રતિવાસુદેવને પ્રતીતિ કરવાની ઇચ્છા થતાં પિતાના તાબાનાં જે પ્રદેશમાં સિંહને ખૂબ ત્રાસ હોવાના કારણે ખેડુત વર્ગ પિતાના ક્ષેત્રનું યચિત રક્ષણ કરવા માટે અસમર્થ હોવાથી