________________
८४
શ્રમણ ભગવાન મહાવીર
જ લિંગ છે પણ કેઈ નપુંસકલિંગી નથી. આ પ્રમાણે સર્વ સંસારી જીવમાં શરીરની આકૃતિ કિવા અંગે પાંગેની અપેક્ષાએ લિંગ વ્યવસ્થા અનંત જ્ઞાનીઓએ વર્ણવી છે. વ્યવહારમાં પૃથ્વી કેવી, પાણી કેવું, પવન કે, કીડી કેવી, મકેડે કે આમ અનેક રીતે તે તે જીવાત્માઓ માટે નરજાતિ, નારીજાતિ અને નાન્યતરજાતિ રૂપે ગુજરાતી વગેરે ભાષામાં શબ્દપ્રયોગ થાય છે, પરંતુ એ પ્રાગે સ્કૂલ અથવા ઓપચારિક છે. વાસ્તવિક દષ્ટિએ સચેતન પૃથ્વી, પાણી વગેરે એકેન્દ્રિયથી ચઉરિદ્રિય સુધીનાં સર્વ જીવાત્માઓ નપુંસક-નાન્યતર જાતિવાળા છે, અને તે કારણે જે અંગ્રેજી ભાષામાં તે પ્રાણીઓ માટે Her અને His પ્રવેગ ન કરતાં it ને પ્રવેગ કરવામાં આવે છે.
લિંગ અને વેદમાં તફાવત શરીરની આકૃતિ એ ભિન્ન વરતુ છે, અને વાસના એ ભિન્ન વસ્તુ છે. શરીરની આકૃતિ અને વાસનાને મુખ્ય સંબંધ નથી, કર્મના મુખ્ય આઠ પ્રકારો પૈકી શરીરની આકૃતિ અથવા સ્ત્રી પુરુષ નપુંસક ગ્ય અંગે પાંગેની પ્રાપ્તિ નામ કમજન્ય અને વાસના અથવા વેદય મેહનીય કમજન્ય છે. મેહનીય કર્મનાં દર્શનમોહ, ચારિત્રમેહ એ બે વિભાગો પૈકી ચારિત્રમેહનાં પુનઃ બે વિભાગ છે. ૧. કષાયમેહ અને ૨ નેકષાય મેહ, એમાં નેકષાય મેહના નવ પ્રકારમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ ત્રણ પ્રકારે છે. કર્મોદયના કારણે વાસનાની ક્ષણિક નિવૃત્તિ માટે પુરુષ સંગની